Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તારા પ્રેમના પાત્ર થયા વિના જીવન
મારે માટે કો'ક કડવો કટોરો થઈ જાત;
- તારા પ્રેમથી તે પીયુષનો પ્યાલો  થયું છે.

તારા પ્રેમના પાત્ર થયા વિના જીવન
મારે માટે એક વેરાન નીરસ રણ થઈ જાત;
એના અંગારે મારાં અંગેઅંગ દાઝી જાત
ને એમાં ઊની લાય જેવી લૂ વાત;
- તારા પ્રેમથી તે લીલી વનસ્થલી થયું છે.

તારા પ્રેમના પાત્ર થયા વિના
જીવન મારે માટે એક મૃત્યુની આવૃત્તિ થઈ જાત;
- તારા પ્રેમથી એ અમરત્વનો આનંદ થયું છે.

- શ્રી યોગેશ્વરજી