Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુપંથે પાગલ બનતા જે
કૃતકૃત્ય જિન્દગી કરતા તે.

કમી હોય કશાની ના એને,
લક્ષ્મી સેવામાં સાથ રહે;
અનુકૂળતા એને અર્ઘ્ય ધરે,
માનની મહેફિલમાં રોજ રમે....પ્રભુપંથે...

પ્રભુ પોતે પાગલ બનતા ફરે,
એની પાછળ પાછળ પગલાં ભરે;
એને ચરણે રંક ને રાય નમે,
પુષ્પોની માળ સપ્રેમ ધરે...પ્રભુપંથે...

ઝૂકે જીવન નીરખનારા,
ધન્ય બને દર્શન કરનારા;
એનું જીવન પ્રેરણા સૌને ધરે,
એનો આશ્રય લેતાં સર્વ તરે...પ્રભુપંથે...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
પ્રભુનો પંથ તો નિરાળો છે. કોઈક જ એ માર્ગે વળે છે અને જે એ પંથે ઝુકાવે છે તે ધન્ય બની જાય છે.

શરૂઆતમાં કદાચ દુન્યવી સુખસંપત્તિનો અભાવ પણ અનુભવવા મળે, પણ જેમ જેમ પ્રભુપંથે પ્રામાણિક પ્રયત્નો શરૂ થાય તેમ તેમ પ્રભુ જ બધી સંભાળ રાખવા માંડે છે. પછી તો પ્રભુ તેને સર્વપ્રકારે ધન્ય કરી દે છે. મધમાખીએ તૈયાર કરેલો મધપૂડો સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રભુ પોતે જ પોતાના પ્યારા ભક્તની પાછળ પાગલ બને છે.

સાચા પ્રભુભક્તનું જીવન પણ પ્રેરણાદાયી હોય છે. એથી પણ આગળ જોઈ શકીએ કે એવા ભક્તના શરણથી પણ સૌ તરી જાય છે.

પૂજ્ય શ્રી યોગેશ્વરજી પ્રભુના પ્યારા ભક્ત છે. પ્રભુની પાછળ પાગલ બનનારા ભક્તના જીવનની વાસ્તવિકતા આ પદમાં નિરૂપાઈ છે. પૂજ્ય શ્રી યોગેશ્વરજીના જીવનમાં એવી વાસ્તવિકતાનું દર્શન કરવાનું સદભાગ્ય મળ્યું એ સદભાગ્યને આ પદમાં વ્યક્ત કરવાની તક મળી.
 

Add comment

Submit