Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વ્હાલા લેને શરણે કરગરી કહું છું તને...
વ્હાલા વિલંબ ન શોભે તને કસોટી શાને કરે....

પ્રેરણા તેં જગાડી તો આવી તારા પંથમહીં,
સંતાઈને કરે છે શું દોડી આવ અહીં....વ્હાલા લેને...

અજાણી, અટૂલી એકલડી બેઠી આ મંદિરિયે,
પ્રભુપંથે પકડો બાંય યોગેશ્વર માત હવે....વ્હાલા લેને...

માવડી બનીને પધારી તો શોભે શું આવું રે,
તારા બાળની જાશે લાજ વધારે શું ગાવું....વ્હાલા લેને....

દયા લાવીને દીનદયાળી દિવ્યરૂપે આવ જરી,
મારી જીવનનૌકા ચલાવ, આવકારું વ્હાલ ધરી....વ્હાલા લેને....

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
આ પ્રાર્થના જીવનમાં પ્રથમવાર મૌનએકાંતનો લાભ લેવાનું બન્યું ત્યારે થઈ. એકલવાયા પ્રથમવારના જીવનમાં એક સૂનકાર છવાયો તો ત્યાં શ્રી યોગેશ્વરજીને વિનંતી કરી કે હે મા, તું મારા જીવનને સંભાળી લે. તારી પ્રેરણાથી જ આ પંથ સ્વીકાર્યો છે. હવે વિલંબ શા માટે કરે છે?
 

Add comment

Submit