ગુરૂદેવ હે યોગેશ્વરજી વંદન હો બહુનામી,
યુગે યુગે પૃથ્વી પર પ્રગટ્યા સકલ જગતના સ્વામી...ગુરૂદેવ....
હિમાલયમહીં પ્રેમે વસતાં પ્રીત પુરાતન જાગી,
વિવિધ દર્શનો કર્યા અનેરા બન્યાં પ્રભુ બડભાગી...ગુરૂદેવ...
મૌન વ્રતો ઉપવાસ કરીને કાયાને કૃશ કીધી,
પ્રભુના પ્રેમતણી પ્યાલીને પરીપૂર્ણપણે પીધી....ગુરૂદેવ....
માતાને સંગાથે રાખી તપના સાક્ષી કીધાં,
સેવાનો આદર્શ સ્થાપીને કૃતકૃત્ય કરી દીધાં.....ગુરૂદેવ....
બુદ્ધ બનીને શાંતિ દીધી શંકરરૂપે આવ્યા,
રામકૃષ્ણ વળી જ્ઞાનેશ્વર બની મોક્ષમંત્રને લાવ્યા....ગુરૂદેવ....
દેશવિદેશે સંસ્કૃતિકેરો વિજયધ્વજ ફરકાવી,
ગૌરવ વધાયુઁ ભારતમાનું અમે જઈએ વારી.....ગુરૂદેવ....
પ્રેમ પોકારો સુણી અમારા કૃપા કરી દો ભારી,
દૈવી દર્શન અર્પો અમને કેરો જીન્દગી ન્યારી...ગુરૂદેવ.....
અવગુણસાગર અમે છંતાયે પડ્યા ચરણમાં આવી,
સારથી બનો જીવનકેરા વિનંતિ શીશ નમાવી...ગુરૂદેવ.....
MP3 Audio : મા સર્વેશ્વરી
MP3 Audio : પુષ્પા છાયા
Gurudev Aarti
This daily aarti written by Maa Sarveshwari has became very popular. It is part of the daily prayer of countless devotees. All programs and functions ends with this ceremonious aarti. Inside the verses lies brief outline of Shri Yogeshwarji's life and a small prayer in the end.