આત્મસંયમ યોગ પર શ્રી યોગેશ્વરજીના પ્રવચનો
Topic : Atmasanyam Yog (Bhagavad Gita, chapter 06)
Place : Nazar Baug, Mandvi, Vadodara
Date : 09 - 27 Jan 1981
Language : Gujarati
Shri Yogeshwarji : Atmasanyam Yog - Vadodara
૧. પ્રવચન પ્રથમ
મહિલા કેન્દ્રમાં ઉપનિષદ ઉપર વાર્તાલાપ * વિજ્ઞાન અને અધ્યાત્મયોગ * આત્મસંયમયોગ શિર્ષકનો વિચાર * ગૃહસ્થાશ્રમ અને યોગ * વર્તમાન સમયમાં આત્મસંયમયોગની આવશ્યકતા * શરીર, મન અને આત્માનો સંયમ * આત્મસંયમયોગ એટલે આત્માના સંયમનો યોગ * આત્મા વિશે * ભગવદ્ ગીતા - એક મહાન ગ્રંથ.
૨. પ્રવચન બીજું
સંયમ વિશે * ત્યાગ અને સંન્યાસ * મહારાજા જાનુશ્રુતિ અને રૈક્વ મુનિની વાત * રૈક્વ મુનિના મહિમાનું રહસ્ય * હનુમાનજી - નિષ્કામ ભક્ત * સુખી અને દુઃખી * કામનાનો અભાવ * આદર્શ ત્યાગી કે સંન્યાસી * ભેળસેળ - વર્તમાન સમયનો પ્રભાવ * ગુરુને ઓળખવા અઘરા.
૩. પ્રવચન ત્રીજું
સંતપુરુષની વ્યાખ્યા * શાંતિ આપે તે સંત * સત્કર્મોનું અનુષ્ઠાન ચાલુ રાખો * સ્વાધ્યાય વિશે * શ્રાદ્ધ અને અસ્થિવિસર્જન * સ્વામી પ્રેમરૂપાનંદ સાથે મુલાકાત * સંપ્રદાયો અને ધાર્મિક સંકુચિતતા * સુરતનો પ્રસંગ * પદ, પ્રતિષ્ઠા અને અહંકાર * શૌચ અને ભોજનની ભારતીય પદ્ધતિ * દુર્વાસાનો પ્રસંગ - અલિપ્તભાવે કર્મ કરો.
૪. પ્રવચન ચોથું
યોગ અને સંન્યાસ * ત્યાગ વિનાનો વૈરાગ્ય નકામો * મહર્ષિ દયાનંદ સરસ્વતીનો પ્રસંગ * નિર્બળતાનું કારણ * દયાનંદ સરસ્વતીનો વૈરાગ્ય * પ્રલોભન ન ફાવ્યું - ઝાંબિયાનો પ્રસંગ * સંકલ્પોનો ત્યાગ * મજૂર ભક્તની એકાગ્રતા - બેલુર મઠનો પ્રસંગ * યુવાવસ્થા સાધના માટે ઉત્તમ * કર્મ કરતાં કરતાં યોગસાધના.
૫. પ્રવચન પાંચમું
આરુરુક્ષ શબ્દનો અર્થ * નિરાશાને ખંખેરી નાખો * પંગુમ્ લંઘયતે ગિરિમ્ - સિમલાનો પ્રસંગ * મનોનિગ્રહ * મનના નિગ્રહ માટેના ત્રણ સાધનો * દક્ષિણેશ્વરમાં મા સર્વેશ્વરીને પ્રકાશનું દર્શન * મા સર્વેશ્વરીની સાધનાત્મક ભૂમિકા * વિકાર વાસનાનો અભાવ * કુબ્જાનો પ્રસંગ - સમર્પણ ભક્તિ * ભગવાન કૃષ્ણની યોગારૂઢ અવસ્થા * ગૃહસ્થાશ્રમ વિશે.
૬. પ્રવચન છઠ્ઠું
મનની શુદ્ધિનું મહત્વ * મનોનાશ વિશે * ગોપિકાઓની જેમ મન ભગવાનને સમર્પિત કરો * ભગવાન કૃષ્ણનું વેણુવાદન * બાહ્ય ત્યાગ વિશે * મા સર્વેશ્વરીનો ત્યાગ * સુક્ષ્મ અહંકાર સાધનામાં અવરોધક * ઉપવાસ કરવા સહેલા નથી * ગોપિકાઓનો પ્રબળ પ્રેમ * ત્રણ પ્રકારના માનવો * મંત્રમાં પાણી નથી ! * યોગ્યતા કે ભૂમિકાનું નિર્માણ આવશ્યક * માનવશરીરની મહત્તા.
૭. પ્રવચન સાતમું
સાધકના લક્ષણો * ઈન્દ્રિયોનો સંયમ આવશ્યક * જીવનશુદ્ધિનો મહિમા * ધ્યાનની સમજ * અહિંસા વિશે * યાત્રાનો મહિમા * ચંચળ મનના સાધુની વાત * અનસૂયા આશ્રમના સંતની માનસિક સ્વસ્થતા * યજ્ઞકાર્ય * માતાજીનો અંતઃકાળ અને માનસિક સ્વસ્થતા * ધ્યાનની સાધના વિશે.
૮. પ્રવચન આઠમું
હનુમાનજીનો પ્રસંગ * વિવેકશક્તિની આવશ્યકતા * સિદ્ધિઓ વિશે * વિદેશી સાધકોનો યોગાભ્યાસનો હેતુ * ધ્યાન - માનસિક સંતુલનનું અસરકારક સાધન * સિકંદરનો પ્રસંગ * અંતઃકાળની સ્થિતિ * શરીરની સ્થિતિ અને મનની સ્થિતિ * એકાદશી વ્રત * નિર્જળા વ્રતનો રમુજી પ્રસંગ.
૯. પ્રવચન નવમું
બાહ્ય એકાંત અને એકાગ્રતા * બાહ્ય એકાંત અનિવાર્ય નથી * એકાંત શોધી કાઢો * કર્તવ્યની ઘેલછા છોડો * દક્ષિણેશ્વરનો અનુભવ * પરમાત્માની શક્તિમાં વિશ્વાસ અને સમર્પણભાવ * હાર્ટએટેકનો પ્રસંગ * પરમાત્માનું અનુસંધાન સાધો * ભગવાન સાથે વાતો કરો.
૧૦. પ્રવચન દસમું
પવિત્ર પ્રદેશની વ્યાખ્યા * લંડનનો પ્રસંગ * વ્યસનમુક્તિનો આગ્રહ * જગતસુધારની ચિંતા છોડો, આત્મસુધાર કરો * મારીચ અને વિભીષણ * મંદોદરીની સમજાવટ અને કુંભકર્ણની સલાહ * આત્મસુધારની આવશ્યકતા * આ દિવસો પણ ચાલ્યા જશે - સુવાક્યથી પ્રેરણા * સાધનાનું સ્થાન કેવું હોવું જોઈએ * મૃગચર્મના આસન વિશે * ટટ્ટાર બેસી ધ્યાન કરો * ધ્યાનની પદ્ધતિ.
૧૧. પ્રવચન અગિયારમું
એકાગ્રતાનો અભ્યાસ * આત્મવિચારનો આધાર * ઓમકારનું ધ્યાન * ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો પ્રસંગ * ઝાંબિયાનો પ્રસંગ * મનની એકાગ્રતાની સાધના * મધુસુદન સરસ્વતીનો પ્રસંગ * શંકાશીલ ભાઈની વાત * જપની રીત.
૧૨. પ્રવચન બારમું
ધ્યાન કરતી વખતે દૃષ્ટિને ક્યાં સ્થિર કરવી * આજ્ઞાચક્ર વિશે * નાસિકાગ્રના સ્થાન વિશે * હૃદયપ્રદેશ કે આજ્ઞાચક્રમાં ધ્યાન કરવું * સમૃદ્ધિ શાંતિ નથી આપી શકતી * આત્મિક અશાંતિનું કારણ * મહર્ષિ કપિલનો દેવહૂતિને સગુણ ઉપાસનાનો ઉપદેશ * મૃત્યુની માહિતી - મસૂરીના ભાઈની વાત * એકાગ્રતાનો પ્રશ્ન * કુંડલિનીના જાગરણ વિશે * ચારિત્ર્ય-ઘડતર પર ભાર * સુખશાંતિનો રાજમાર્ગ.
૧૩. પ્રવચન તેરમું
સાધનાની સતતતા * સદાત્માનં - સતત સાધનાનો સંદેશ * મુંબઈના સાધકની વાત * સાધનાપથમાં ધીરજની આવશ્યકતા * પ્રયત્ન કરતા રહો - કઠિયારાનું દૃષ્ટાંત * ખોટો આત્મસંતોષ નકામો * નામજપનો આધાર લઈ મનની શાંતિનો પ્રયત્ન * ભગવાન સાથે વાતો કરતાં શીખો * ભાવનો ઉભરો - એક રમૂજી પ્રસંગ * ઈશ્વરદર્શનનો ઉમળકો.
૧૪. પ્રવચન ચૌદમું
યોગ્ય આહાર-વિહાર પર ભાર * ઉપવાસનો અતિરેક નકામો - બુદ્ધનો પ્રસંગ * મધ્યમ માર્ગનું અનુસરણ કરો * ઉપવાસ સહજ થઈ જાય, કરવા ન પડે * ધ્રુવનો પ્રસંગ * પ્રેમ વિના ત્યાગ થતો નથી * મા સર્વેશ્વરીના ઉપવાસો અને સાધના * ઉપવાસ કરવા સહેલા નથી - એક ભાઈની વાત * સામાન્ય સાધકોએ શું કરવું * એકાગ્રતા અને દીપકની ઉપમા * સ્વામી વિવેકાનંદનો પ્રસંગ - પ્રલોભન સામે અચળ.
૧૫. પ્રવચન પંદરમું
પરમાત્મા પોતાની અંદર છે * દિવ્ય દૃષ્ટિ વિશે * ધ્યાનની પ્રક્રિયા * દુઃખનો સંયોગ અને વિયોગ * અંખડ અનુભૂતિ - શુકદેવજીની અવસ્થા * સ્ત્રી અને પુરુષનો ભેદ - રાજપીપળાનો પ્રસંગ * ભગવદ્ દર્શનની ટેવ પાડો * સમાધિ અવસ્થા * સારી વસ્તુને પ્રોત્સાહન આપો * આત્મશક્તિની જાગૃતિ - સમુદ્રલંઘનનો પ્રસંગ * પોતાની જાતને જાણો ત્યારે યોગ પરિપૂર્ણ બને છે.
૧૬. પ્રવચન સોળમું
યોગ સાધન અને સાધ્ય બંને * આનંદ અને શાંતિ પરનિર્ભર નહીં, સ્વનિર્ભર જોઈએ * ત્રૈલંગ સ્વામીનો પ્રસંગ * સિદ્ધબાબા સુંદરનાથજી * યોગી સંકલ્પથી કાર્ય કરે * બાબુલનાથના મંદિરમાંથી સુંદરનાથજી અદૃશ્ય * એકાંતમાં રહી સાધના કરવું સહેલું નથી * સાધના માટે શું જરૂરી * સાધના માટે કર્તવ્યોનો પરિત્યાગ આવશ્યક નથી * સાધનાથી મળતું સુખ.
૧૭. પ્રવચન સત્તરમું
સાધનાના લક્ષ્ય વિશે * સીતાહરણથી રામનો વિષાદ * શબરીનું રામને માર્ગદર્શન * યોગ અને ભક્તિ પરસ્પર વિરોધી નથી * મંદિરમાં દર્શનમાં ભેદભાવ * રસખાનનો પ્રસંગ * ધાર્મિક સ્થાનોના નિયમોનો આદર * આદર્શ યોગી કે ભક્ત ભગવાનને બધે જુએ છે.
૧૮. પ્રવચન અઢારમું
આત્મસંયમયોગનો સાધક કેવો હોય * મહારાજા જનકનું દૃષ્ટાંત * કથાનો ભાવાર્થ લેવાનો, શબ્દાર્થ નહીં * શ્રવણ - જીવનસુધારનું સાધન અને સાધના * કથા કરનાર પંડિતની વાત * મનનો સંયમ કપરો છે * એક ગૃહસ્થી બેનની વાત * અર્જુનનો પ્રશ્ન - મનનો સંયમ કેવી રીતે કરવો * ભગવાન કૃષ્ણનો ઉત્તર * અભ્યાસ અને વૈરાગ્ય - મનને વશ કરવાના ઉપાય * અસંયમી માટે યોગ મુશ્કેલ * અર્જુનની શંકા
૧૯. પ્રવચન ઓગણીસમું
અભ્યાસ અને વૈરાગ્ય બંને આવશ્યક * ત્યાગ વિના વૈરાગ્ય ટકતો નથી * વૈરાગ્ય સર્વને માટે આવશ્યક * જગતમાં કોઈપણ અનિવાર્ય નથી * અધૂરી સાધનાવાળા સાધકનું શું થાય છે * ભગવાન કૃષ્ણનો પ્રત્યુત્તર * પુર્વજન્મ અને પુનર્જન્મ વિશે * હોલીવુડનો પ્રસંગ * યોગભ્રષ્ટ સાધક વિશે * મને ભજનારમાં યોગી સર્વશ્રેષ્ઠ.
If you like the lectures, and feel inspired, please drop a line in the comment below. Your responses encourage us to put more such lectures online.
Comments
धन्य है भारतवर्ष ।
धन्य है श्री योगेश्वर जी जैसे महापुरुष ।
धन्य है इनकी यह अमृतवाणी से अपने जीवन को परमात्मा पारायण करनेवाले साधकों को ।
ॐ