Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

माँग पर फेरविचार करने के लिए कैकेयी को दशरथ की विनती  
 
चहत न भरत भूपतहि भोरें । बिधि बस कुमति बसी जिय तोरें ॥
सो सबु मोर पाप परिनामू । भयउ कुठाहर जेहिं बिधि बामू ॥१॥
 
सुबस बसिहि फिरि अवध सुहाई । सब गुन धाम राम प्रभुताई ॥
करिहहिं भाइ सकल सेवकाई । होइहि तिहुँ पुर राम बड़ाई ॥२॥
 
तोर कलंकु मोर पछिताऊ । मुएहुँ न मिटहि न जाइहि काऊ ॥
अब तोहि नीक लाग करु सोई । लोचन ओट बैठु मुहु गोई ॥३॥
 
जब लगि जिऔं कहउँ कर जोरी । तब लगि जनि कछु कहसि बहोरी ॥
फिरि पछितैहसि अंत अभागी । मारसि गाइ नहारु लागी ॥४॥
 
(दोहा)  
परेउ राउ कहि कोटि बिधि काहे करसि निदानु ।
कपट सयानि न कहति कछु जागति मनहुँ मसानु ॥ ३६ ॥

*
MP3 Audio

*
 
દશરથ કૈકેયીને વિનતિ કરે છે
 
ચાહે ભરત સ્વપ્ને નવ રાજ, વસી કુમતિ તારા મનમાં આજ;
મારા પાપનું એ પરિણામ થયું ભાગ્ય અકાળે વામ.
 
ફરી વસશે અવધપુરી ન્યારી પ્રભુતા પ્રગટશે રામની સારી;
ફરશે બંધુ બધા સેવકાઈ, થશે ત્રિભુવનમાં રામબડાઈ.
 
કિન્તુ મૃત્યુ પછી પણ તારું મટશે કલંક કે દુઃખ ના મારું;
હવે ઉચિત લાગે તે કરી લે, મુખ દ્રષ્ટિથી દૂર કરી દે.
 
કહું બે હાથ જોડી જીવું હું નવ ત્યાં સુધી બોલ કશું તું;
પછી કરશે કદી પશ્ચાતાપ, કલેશ કોરી ખાશે આપોઆપ.
 
(દોહરો)   
ઢળ્યા ધરા પર બોલતાં કેમ કરે તું આમ;
પ્રમદા ચતુર વદી નહીં, જગવી રહી સ્મશાન.