Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कौशल्या राम को सीता को साथ न लेने को कहेती है    
 
बन हित कोल किरात किसोरी । रचीं बिरंचि बिषय सुख भोरी ॥
पाइन कृमि जिमि कठिन सुभाऊ । तिन्हहि कलेसु न कानन काऊ ॥१॥
 
कै तापस तिय कानन जोगू । जिन्ह तप हेतु तजा सब भोगू ॥
सिय बन बसिहि तात केहि भाँती । चित्रलिखित कपि देखि डेराती ॥२॥
 
सुरसर सुभग बनज बन चारी । डाबर जोगु कि हंसकुमारी ॥
अस बिचारि जस आयसु होई । मैं सिख देउँ जानकिहि सोई ॥३॥
 
जौं सिय भवन रहै कह अंबा । मोहि कहँ होइ बहुत अवलंबा ॥
सुनि रघुबीर मातु प्रिय बानी । सील सनेह सुधाँ जनु सानी ॥४॥
 
(दोहा)  
कहि प्रिय बचन बिबेकमय कीन्हि मातु परितोष ।
लगे प्रबोधन जानकिहि प्रगटि बिपिन गुन दोष ॥ ६० ॥

*
MP3 Audio

*
 
કૌશલ્યા રામને સીતાને સાથે ન લઇ જવા વિનવે છે
 
(દોહરો)  
કન્યા કોળી ભીલની વિષયોથી અણજાણ
વન માટે વિધિએ રચી પથ્થર કૃમિશી પ્રાણ.
 
અથવા તપસ્વિની સ્ત્રીઓ વનને યોગ્ય કહી,
તપ માટે તે ભોગને તજતાં વને રહી.
 
ચિત્રાંકિત કપિ પેખતાં ડરતી સીતા જે
કેમ કરીને વનમહીં વસશે સુખથી તે ?
 
સુરસર કમળવને  વસે હંસકુમારી તે
દુર્ગંધી ખાબોચિયે વેશ રહેશે શે ?
 
સીતા હર્મ્યમહીં રહી બનશે મુજ આધાર;
માટે આજ્ઞા આપજો કરતાં યોગ્ય વિચાર.
 
શીલ સ્નેહ અમૃતભરી સુણી માતની વાણ
રામે પ્રિય શબ્દો કહી શીતળ કીધો પ્રાણ.
 
માતાને મધુ વચનથી અર્પીને પરિતોષ
સીતાને સમજાવતાં કહ્યા વિપિનગુણદોષ.