Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरद्वाज मुनि के आश्रम से चले श्रीराम
 
राम सप्रेम कहेउ मुनि पाहीं । नाथ कहिअ हम केहि मग जाहीं ॥
मुनि मन बिहसि राम सन कहहीं । सुगम सकल मग तुम्ह कहुँ अहहीं ॥१॥
 
साथ लागि मुनि सिष्य बोलाए । सुनि मन मुदित पचासक आए ॥
सबन्हि राम पर प्रेम अपारा । सकल कहहि मगु दीख हमारा ॥२॥
 
मुनि बटु चारि संग तब दीन्हे । जिन्ह बहु जनम सुकृत सब कीन्हे ॥
करि प्रनामु रिषि आयसु पाई । प्रमुदित हृदयँ चले रघुराई ॥३॥
 
ग्राम निकट जब निकसहि जाई । देखहि दरसु नारि नर धाई ॥
होहि सनाथ जनम फलु पाई । फिरहि दुखित मनु संग पठाई ॥४॥
 
(दोहा)
बिदा किए बटु बिनय करि फिरे पाइ मन काम ।
उतरि नहाए जमुन जल जो सरीर सम स्याम ॥ १०९ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામની ભારદ્વાજ મુનિના આશ્રમેથી વિદાય
 
(દોહરો)  
રામે પૂછયું પ્રેમથી માર્ગ વિશે મુનિને,
સુગમ માર્ગ સૌ આપને, કહ્યું સસ્મિત મુનિએ.
 
મુનિએ બોલાવ્યા પછી શિષ્યોને પ્રેમે,
પચાસેક આવ્યા તરત સાથ જવા કેમે.
 
ચાર શિષ્ય શ્રીરામને કરતા પ્રેમ અપાર
ચાલ્યા મુનિ આદેશથી રામ સાથ તત્કાળ.
 
પુણ્ય કરેલાં એમણે જન્મોજન્મ ઘણાં
પ્રસન્ન દેવ બની ગયા તેથી ભાગ્યતણા.
 
પ્રણામ મુનિવરને કરી રામે કર્યું પ્રયાણ;
ટોળે વળતાં માનવી ગામેગામ તમામ.
 
કૃતાર્થ બનતાં રૂપને અવલોકી અભિરામ,
જન્મોનું ફળ પામતાં બની જતાં નિષ્કામ.
 
વિદાય ચારેને કર્યા, ચાલ્યા પૂરણકામ;
સ્નાન કર્યું યમુનાજળે જે શરીરસમ શ્યામ.