Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कैकेयी ने भरत को घटनाक्रम से माहितगार किया
 
तात बात मैं सकल सँवारी । भै मंथरा सहाय बिचारी ॥
कछुक काज बिधि बीच बिगारेउ । भूपति सुरपति पुर पगु धारेउ ॥१॥
 
सुनत भरतु भए बिबस बिषादा । जनु सहमेउ करि केहरि नादा ॥
तात तात हा तात पुकारी । परे भूमितल ब्याकुल भारी ॥२॥
 
चलत न देखन पायउँ तोही । तात न रामहि सौंपेहु मोही ॥
बहुरि धीर धरि उठे सँभारी । कहु पितु मरन हेतु महतारी ॥३॥
 
सुनि सुत बचन कहति कैकेई । मरमु पाँछि जनु माहुर देई ॥
आदिहु तें सब आपनि करनी । कुटिल कठोर मुदित मन बरनी ॥४॥
 
(दोहा)  
भरतहि बिसरेउ पितु मरन सुनत राम बन गौनु ।
हेतु अपनपउ जानि जियँ थकित रहे धरि मौनु ॥ १६० ॥

*
MP3 Audio

*
 
કૈકેયી ભરતને બધી વાત કહે છે
 
સુધારી બધી લીધી વાત, મળ્યો મંથરાકેરો સાથ;
વિધિએ કાર્ય બગાડ્યું જરી, ભૂપતિ ગયા અમરપુરમહીં.
 
થયો ભરતને ગાઢ વિષાદ, હસ્તિ ડર્યો સુણતાં સિંહનાદ;
પિતા પિતા કરતાં પોકાર ઢળ્યા ધરા પર ત્યાં તત્કાળ.
 
અંતસમય ના શક્યો મળી, કથા શક્યો કાંઈ ન કરી;
તમે મને સોંપી ન ગયા રઘુપતિને લાવીને દયા.
 
(દોહરો)
મૃત્યુતણું કારણ કહે પિતાતણું મુજને;
શોક સ્પર્શ કરતો નથી કેમ લેશ તુજને ?
 
કહી કથા માતે પછી પ્રસન્નતાથી સર્વ;
કારણ પોતાને ગણી ભરત થયા અતિ સ્તબ્ધ.
 
રામ વનગમન સાંભળી પિતામરણ વિસર્યા;
ઘા પર નમક લગાડતાં વદી તરત પ્રમદા.