Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम के आश्रम को देखकर भरत हर्षान्वित
 
बन प्रदेस मुनि बास घनेरे । जनु पुर नगर गाउँ गन खेरे ॥
बिपुल बिचित्र बिहग मृग नाना । प्रजा समाजु न जाइ बखाना ॥१॥
 
खगहा करि हरि बाघ बराहा । देखि महिष बृष साजु सराहा ॥
बयरु बिहाइ चरहिं एक संगा । जहँ तहँ मनहुँ सेन चतुरंगा ॥२॥
 
झरना झरहिं मत्त गज गाजहिं । मनहुँ निसान बिबिधि बिधि बाजहिं ॥
चक चकोर चातक सुक पिक गन । कूजत मंजु मराल मुदित मन ॥३॥
 
अलिगन गावत नाचत मोरा । जनु सुराज मंगल चहु ओरा ॥
बेलि बिटप तृन सफल सफूला । सब समाजु मुद मंगल मूला ॥४॥
 
(दोहा) 
राम सैल सोभा निरखि भरत हृदयँ अति पेमु ।
तापस तप फलु पाइ जिमि सुखी सिरानें नेमु ॥ २३६ ॥
 
॥ मासपारायण, बीसवाँ विश्राम ॥ नवाह्नपारायण, पाँचवाँ विश्राम ॥

*
MP3 Audio

*
 
રામના આશ્રમને નિહાળી ભરત હર્ષાન્વિત
 
વનમાં મુનિના વાસ અનેક જેમ ગ્રામપુર અદભુત છેક;
વિપુલ વિચિત્ર વિહગ પશુ તેમ વસતાં વિવિધ પ્રજાની જેમ.
 
ગેંડા, કરિ, હરિ, વાઘ વરાહ, ભેંસ બળદ રાજાનો સાજ,
વિચરે વેર તજીને સંગ, જાણે તે જ સૈન્ય ચતુરંગ.
 
ગાજે હસ્તિ ઝરણ મધુ ઝરે, ડંકા નિશાન જ્યમ સૌ સ્થળે;
ચક-ચકોર ચાતક શુકપિક બોલે હંસગણ મુદિત ચિત્ત.
 
અલિગણ ગૂંજે નાચે મોર, મંગલ સુરાજમાં સૌ કોર;
વેલવિટપ તૃણ સફળ સફૂલ, સહુ સમાજ મુદ મંગલમૂળ.
 
(દોહરો)
રામશૈલ દેખી થયો ભરતહૃદયમાં પ્રેમ,
તપફળ પામીને બને સુખી તપસ્વી જેમ.