सज्जन और दुर्जन का भेद
(चौपाई)
मैं अपनी दिसि कीन्ह निहोरा । तिन्ह निज ओर न लाउब भोरा ॥
बायस पलिअहिं अति अनुरागा । होहिं निरामिष कबहुँ कि कागा ॥१॥
बंदउँ संत असज्जन चरना । दुखप्रद उभय बीच कछु बरना ॥
बिछुरत एक प्रान हरि लेहीं । मिलत एक दुख दारुन देहीं ॥२॥
उपजहिं एक संग जग माहीं । जलज जोंक जिमि गुन बिलगाहीं ॥
सुधा सुरा सम साधू असाधू । जनक एक जग जलधि अगाधू ॥३॥
भल अनभल निज निज करतूती । लहत सुजस अपलोक बिभूती ॥
सुधा सुधाकर सुरसरि साधू । गरल अनल कलिमल सरि ब्याधू ॥४॥
गुन अवगुन जानत सब कोई । जो जेहि भाव नीक तेहि सोई ॥५॥
(दोहा)
भलो भलाइहि पै लहइ लहइ निचाइहि नीचु ।
सुधा सराहिअ अमरताँ गरल सराहिअ मीचु ॥ ५ ॥
સંત અને અસંત વચ્ચેનો ભેદ
(દોહરો)
કરી અરજ મેં એમને સુણશે પણ ના એ,
પાળો પ્રેમે કાગ પણ માંસ નહીં તજશે.
ચરણે સંત અસંતના વંદું છું પ્રેમે,
બંને દુઃખપ્રદ તોય છે ભેદ સૂક્ષ્મ કેમે.
સંત પડે જો અલગ તો હરી પ્રાણને લે,
દુર્જનને મળતાં જ એ અતિ દારુણ દુઃખ દે.
*
બંને પેદા થાય જગે કમળ જળોની જેમ જળે,
ગુણ બંનેના જુદા જુદા; દર્શનથી જ કમળ સુખ દે,
જળો સ્પર્શથી ચૂસે ખૂન, જાણી લેજો ભેદ નિગૂઢ,
સંત સુધામય પ્રાણ કરે, દુર્જન સુરા બનીને હણે.
બંને જગતસમુદ્રથકી પ્રગટી કાર્ય વિભિન્ન કરે,
જતાં એક પ્રાણ હરી લે મળ્યે અન્ય દારુણ દુઃખ દે.
ભલાબૂરા જન કર્મ કરે યશ-અપયશ-ફળ તેમ લહે;
સુધા ચંદ્ર ગંગા સજ્જન વિષ અગ્નિ પારધિ દુર્જન
પાપનદી કલિકાળ તણી જાણે બોલો કોણ નહીં,
ગમે જેમને જેવું તેવું તેને દીસે સારું અહીં.
(દોહરો)
ભલો ભલાઇને ગ્રહે નીચ નીચતાને,
અમી અમરતા અર્પતું વિષ તો મૃત્યુને.