Text Size

Bal Kand

Saints pick up good in everything

संतो की गुणग्राही वृत्ति
 
(चौपाई)
खल अघ अगुन साधू गुन गाहा । उभय अपार उदधि अवगाहा ॥
तेहि तें कछु गुन दोष बखाने । संग्रह त्याग न बिनु पहिचाने ॥ १ ॥
 
भलेउ पोच सब बिधि उपजाए । गनि गुन दोष बेद बिलगाए ॥
कहहिं बेद इतिहास पुराना । बिधि प्रपंचु गुन अवगुन साना ॥ २ ॥
 
दुख सुख पाप पुन्य दिन राती । साधु असाधु सुजाति कुजाती ॥
दानव देव ऊँच अरु नीचू । अमिअ सुजीवनु माहुरु मीचू ॥ ३ ॥
 
माया ब्रह्म जीव जगदीसा । लच्छि अलच्छि रंक अवनीसा ॥
कासी मग सुरसरि क्रमनासा । मरु मारव महिदेव गवासा ॥ ४ ॥
 
सरग नरक अनुराग बिरागा । निगमागम गुन दोष बिभागा ॥ ५ ॥
(दोहा)
 
जड़ चेतन गुन दोषमय बिस्व कीन्ह करतार ।
संत हंस गुन गहहिं पय परिहरि बारि बिकार ॥ ६ ॥


 
સંતોની ગુણગ્રાહી વૃતિ
 
(દોહરો)     
ખલના દુર્ગુણ દોષની સજ્જનતા ગુણની
કથા અગાધ સમુદ્રશી તેમ અનંત કહી.
 
એમાંથી અલ્પ જ અહીં ગુણદોષ કહ્યા મેં,
ગ્રહણ થાય જેથી ગુણો તજાય દુર્ગુણને.
 
ભલાબૂરાની સૃષ્ટિ છે બ્રહ્માએ સરજી,
વેદે ગુણ ને દોષ પણ રાખ્યા અલગ કરી.
 
પાપ-પુણ્ય સુખ-દુઃખ ને દિવસ-રાત સજ્જન
દુર્જન દાનવ દેવ ને અમૃત વિષ જીવન
 
મૃત્યુ ઉચ્ચ ને નીચ ને બ્રહ્મ વળી માયા
ઇશ્વર જીવ સ્થળે સ્થળે રંક તથા રાયા,
 
દેશકાળ વૈરાગ્ય ને રાગ નરક ને સ્વર્ગ,
વિવિધ યોનિનાં બંધનો ઉત્તમ ને અપવર્ગ,
 
વિભાગ ગુણદોષતણા વેદોએ જ કર્યા,
ડગલેપગલે સૃષ્ટિમાં ભેદ અસંખ્ય ભર્યા.
 
જડચેતન ગુણદોષમય વિભુએ વિશ્વ કર્યું,
સંત હંસ જળ ત્યાગતાં દૂધ ગ્રહે ગુણનું.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok