संगति की असर
(चौपाई)
अस बिबेक जब देइ बिधाता । तब तजि दोष गुनहिं मनु राता ॥
काल सुभाउ करम बरिआई । भलेउ प्रकृति बस चुकइ भलाई ॥१॥
सो सुधारि हरिजन जिमि लेहीं । दलि दुख दोष बिमल जसु देहीं ॥
खलउ करहिं भल पाइ सुसंगू । मिटइ न मलिन सुभाउ अभंगू ॥२॥
लखि सुबेष जग बंचक जेऊ । बेष प्रताप पूजिअहिं तेऊ ॥
उधरहिं अंत न होइ निबाहू । कालनेमि जिमि रावन राहू ॥३॥
किएहुँ कुबेष साधु सनमानू । जिमि जग जामवंत हनुमानू ॥
हानि कुसंग सुसंगति लाहू । लोकहुँ बेद बिदित सब काहू ॥४॥
गगन चढ़इ रज पवन प्रसंगा । कीचहिं मिलइ नीच जल संगा ॥
साधु असाधु सदन सुक सारीं । सुमिरहिं राम देहिं गनि गारी ॥५॥
धूम कुसंगति कारिख होई । लिखिअ पुरान मंजु मसि सोई ॥
सोइ जल अनल अनिल संघाता । होइ जलद जग जीवन दाता ॥६॥
(दोहा)
ग्रह भेषज जल पवन पट पाइ कुजोग सुजोग ।
होहि कुबस्तु सुबस्तु जग लखहिं सुलच्छन लोग ॥ ७(क) ॥
सम प्रकास तम पाख दुहुँ नाम भेद बिधि कीन्ह ।
ससि सोषक पोषक समुझि जग जस अपजस दीन्ह ॥ ७(ख) ॥
जड़ चेतन जग जीव जत सकल राममय जानि ।
बंदउँ सब के पद कमल सदा जोरि जुग पानि ॥ ७(ग) ॥
देव दनुज नर नाग खग प्रेत पितर गंधर्ब ।
बंदउँ किंनर रजनिचर कृपा करहु अब सर्ब ॥ ७(घ) ॥
સંગની અસર
એવો વિવેક જો ઉદભવે, દોષ તજી મન ગુણે રમે,
કાળ સ્વભાવ કર્મના બળથી ભલા ભલાઇને પરહરે.
માયામાં આસક્ત બનીને ભવાટવીમાં રોજ ભમે.
હરિજન ભક્ત સુધારી લે, નિર્મળ યશ જીવનને દે,
ઉત્તમ પામી સંગ ઘડી દુર્જન સજ્જન થાય કદી,
મટે તોય ના મલિન સ્વભાવ, પ્રકૃતિ કેરો ગાઢ પ્રભાવ.
ઠગને ઉત્તમ જોઇ વેશ પૂજે સમાજ વધુ કે લેશ,
કાલનેમિ રાવણની જેમ ખુલ્લા પડે છતાં હંમેશ,
પામે કાયમ માટે ક્લેશ.
જાંબવાન હનુમાન સમાન સજ્જન પામે છે સન્માન,
સુંદર વેશ ભલે ના હોય, આદર આપે છે સૌ કોય.
લાભ થતો સત્સંગ થકી કુસંગથી નિત હાનિ વળી,
વેદલોકમાં એવી વાત વિદ્વાન કહે છે વિખ્યાત.
ગગન ચઢે રજ પવન પ્રસંગ, પામી તે નાળાનો સંગ
ભળે કાદવે ધારી રંગ, પ્રભાવ સંગતણો બળવંત.
રામને રટે મેના પોપટ સજ્જન પ્રભુજનના ઘરનાં,
ગણી ગણીને ગાળો દેતાં પંખી તે દુર્જનઘરમાં.
ધૂમ્ર કુસંગે કાળો થાય, અળતાસંગે પણ પલટાય,
લખે સુલેખ બની શાહી શંકા એમાં ના કાંઇ.
એ જ ધૂમ્ર વાદળ બનતાં, અગ્નિ વાયુ પાણી મળતાં,
જીવન બને જગત કેરું, જોયું દૃશ્ય અમે એવું.
(દોહરો)
ગ્રહ ઔષધ પાણી પવન વસ્ત્ર કુસંગ સુસંગ
પામી બને શુભાશુભ, પ્રબળ સંગનો રંગ.
શુકલ કૃષ્ણના નામથી ઓળખાય છે પક્ષ,
નામ અલગ અર્પણ કર્યા બ્રહ્માજીએ દક્ષ.
પોષક સમજી ચંદ્રનો શોષક અન્ય વળી,
યશ અપયશ જગતે ધર્યો વિવેક લેશ કરી.
જડચેતન સૌ જીવને ગણી રામમય હું
જોડી બંને હાથને પ્રેમપ્રણામ કરું.
દાનવ દેવ મનુષ્ય ને નાગ પિતૃ ગંધર્વ
વિહંગ પ્રેત વનસ્પતિ યક્ષ તથા કિન્નર
નિશાચરોને સર્વને વંદું પ્રેમ કરી,
સર્વે કૃપા કરો હવે, વંદું ફરી ફરી.