if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तुलसीदास अपने अवगुन बतातें है
 
(चौपाई)
जे जनमे कलिकाल कराला । करतब बायस बेष मराला ॥
चलत कुपंथ बेद मग छाँड़े । कपट कलेवर कलि मल भाँड़ें ॥१॥
 
बंचक भगत कहाइ राम के । किंकर कंचन कोह काम के ॥
तिन्ह महँ प्रथम रेख जग मोरी । धींग धरमध्वज धंधक धोरी ॥२॥
 
जौं अपने अवगुन सब कहऊँ । बाढ़इ कथा पार नहिं लहऊँ ॥
ताते मैं अति अलप बखाने । थोरे महुँ जानिहहिं सयाने ॥३॥
 
समुझि बिबिधि बिधि बिनती मोरी । कोउ न कथा सुनि देइहि खोरी ॥
एतेहु पर करिहहिं जे असंका । मोहि ते अधिक ते जड़ मति रंका ॥४॥
 
कबि न होउँ नहिं चतुर कहावउँ । मति अनुरूप राम गुन गावउँ ॥
कहँ रघुपति के चरित अपारा । कहँ मति मोरि निरत संसारा ॥५॥
 
जेहिं मारुत गिरि मेरु उड़ाहीं । कहहु तूल केहि लेखे माहीं ॥
समुझत अमित राम प्रभुताई । करत कथा मन अति कदराई ॥६॥
 
(दोहा)
सारद सेस महेस बिधि आगम निगम पुरान ।
नेति नेति कहि जासु गुन करहिं निरंतर गान ॥ १२ ॥

*
MP3 Audio

*
 
તુલસીદાસ પોતાના અવગુણો બતાવે છે
 
કરાળ કલિયુગમાં જે જન્મ્યા વેશ તેમનો હંસસમો,
કાગસમા કરતૂત તેમનાં, મનમાં મેલ ભર્યો સઘળો.
 
વેદમાર્ગને મૂકીને તે કુમાર્ગ ગ્રહણ સદાય કરે,
કપટમૂર્તિ બનતાં કલિયુગનાં ઘોર કુકર્મ કરી વિચરે.
 
રામભક્તનો સ્વાંગ સજીને જનતાને ઠગતા ફરતા,
કામક્રોધ ને દાસ લોભના ધતિંગ ધર્મતણાં કરતા;
 
ધર્મતણો ધ્વજ ધરનારા પણ દંભી કપટી અવિચારી,
એવા ઠગભક્તોમાં કરજો ગણના સર્વપ્રથમ મારી.
 
મારા અવગુણ સર્વ કહું તો કથાતણો વિસ્તાર વધે,
છતાં પાર ના પામું; શાણા સમજી લેશે સર્વ બધે.
 
મારા મેં અતિ અલ્પ અવગુણો અવગુણસાગર છતાં કહ્યા,
કથા સાંભળી દોષ નહીં દે કોઇ મુજને કરી દયા.
 
છતાંય શંકા જે કરશે તે મારાથી જડ અધિક હશે
બુદ્ધિહીન હશે તેમજ તે, સાંભળશે ના કથા રસે.
 
ચતુર ગણાવાને ના ચાહું, કવિ પણ નથી ખરેખર હું,
મતિ અનુસાર રામગુણ ગાઉં એમાં અનુચિત નથી કશું.
 
રઘુપતિનો ક્યાં અપાર મહિમા, વિષયી મારી ક્યાં બુદ્ધિ,
સંસારે આસક્ત બન્યો છું, નથી સ્વલ્પ સાધી શુદ્ધિ.
 
વાયુ ઉડાડે મેરુ પર્વત રૂની ત્યાં શી કહો વિસાત,
કથા કરું શે, રામતણો છે મહિમા અચિંત્ય તેમ અમાપ.
 
(દોહરો)     
શેષ શારદા શિવ તથા બ્રહ્મા વેદપુરાણ
નેતિ શબ્દથી એમનાં ગુણનું ગાયે ગાન.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.