if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

व्यास, वाल्मिकी और वेदो की वंदना
 
(चौपाई)
एहि प्रकार बल मनहि देखाई । करिहउँ रघुपति कथा सुहाई ॥
ब्यास आदि कबि पुंगव नाना । जिन्ह सादर हरि सुजस बखाना ॥१॥
 
चरन कमल बंदउँ तिन्ह केरे । पुरवहुँ सकल मनोरथ मेरे ॥
कलि के कबिन्ह करउँ परनामा । जिन्ह बरने रघुपति गुन ग्रामा ॥२॥
 
जे प्राकृत कबि परम सयाने । भाषाँ जिन्ह हरि चरित बखाने ॥
भए जे अहहिं जे होइहहिं आगें । प्रनवउँ सबहिं कपट सब त्यागें ॥३॥
 
होहु प्रसन्न देहु बरदानू । साधु समाज भनिति सनमानू ॥
जो प्रबंध बुध नहिं आदरहीं । सो श्रम बादि बाल कबि करहीं ॥४॥
 
कीरति भनिति भूति भलि सोई । सुरसरि सम सब कहँ हित होई ॥
राम सुकीरति भनिति भदेसा । असमंजस अस मोहि अँदेसा ॥५॥
 
तुम्हरी कृपा सुलभ सोउ मोरे । सिअनि सुहावनि टाट पटोरे ॥६॥
 
(दोहा)
सरल कबित कीरति बिमल सोइ आदरहिं सुजान ।
सहज बयर बिसराइ रिपु जो सुनि करहिं बखान ॥ १४(क) ॥
 
सो न होइ बिनु बिमल मति मोहि मति बल अति थोर ।
करहु कृपा हरि जस कहउँ पुनि पुनि करउँ निहोर ॥ १४(ख) ॥
 
कबि कोबिद रघुबर चरित मानस मंजु मराल ।
बाल बिनय सुनि सुरुचि लखि मोपर होहु कृपाल ॥ १४(ग) ॥
 
(सोरठा)
 
बंदउँ मुनि पद कंजु रामायन जेहिं निरमयउ ।
सखर सुकोमल मंजु दोष रहित दूषन सहित ॥ १४(घ) ॥
 
बंदउँ चारिउ बेद भव बारिधि बोहित सरिस ।
जिन्हहि न सपनेहुँ खेद बरनत रघुबर बिसद जसु ॥ १४(ङ) ॥
 
बंदउँ बिधि पद रेनु भव सागर जेहि कीन्ह जहँ ।
संत सुधा ससि धेनु प्रगटे खल बिष बारुनी ॥ १४(च) ॥
 
(दोहा)
बिबुध बिप्र बुध ग्रह चरन बंदि कहउँ कर जोरि ।
होइ प्रसन्न पुरवहु सकल मंजु मनोरथ मोरि ॥ १४(छ) ॥

*
MP3 Audio

*
 
વ્યાસ, વાલ્મિકી અને વેદને વંદન
 
(દોહરો)     
એવી રીતે પ્રેરણા પામી શક્તિ વળી
કથા કરું રઘુપતિતણી અભિનવ ભાવ ભરી.
 
વ્યાસ આદિ આદર્શ કવિ હરિગુણના ગાનાર,
નમું એમનાં ચરણમાં, કરો મનોરથ પાર.
 
કલિયુગના કવિનેય હું નેહે નમન કરું
રઘુપતિગુણનું જેમણે વર્ણન રસે કર્યું.
 
ભાષામાં હરિચરિતને વર્ણવનારા સૌ
પ્રાકૃત કવિ વિદ્વાનને વંદું પ્રેમે હું.
 
ભૂતકાળના હાલના ભવિષ્યના સઘળા
કવિઓને છળ ને અહં છોડીને પ્રણમું.
 
પ્રસન્ન બનતાં આપજો એ મુજને વરદાન
સન્માને મુજ કવનને જેથી સંતસમાજ.
 
વિદ્વાનો જે કાવ્યને આદર ના ધરતા
તે માટેનો વ્યર્થ શ્રમ બાળકકવિ કરતા.
 
કીર્તિ કાવ્ય સંપત્તિને ઉત્તમ સ્થાન મળે
જ્યારે ગંગા જેમ એ હિત સૌનુંય કરે.
 
રામકીર્તિ શુભ છે અશુભ કવન મારું,
મેળ મેળવું કેમ હું, ચિંતા શે ટાળું ?
 
કૃપા તમારી પામતાં એ પણ સુલભ થશે,
સોહે રેશમ ટાટ પર સીવ્યે સ્વલ્પ કશે.
 
કવિજન સર્વ કૃપા કરો એ સઘળું જાણી
ઉત્તમ હરિગુણ ગાય કે મારી મધુ વાણી.
 
કવિતા સરળ વિમળ કરે વર્ણન કીર્તિતણું
સજ્જન તેને શ્રેષ્ઠતા દે સન્માન ઘણું.
 
એને સુણતાં શત્રુ પણ સહજ વેર વીસરે
રસમાં ડૂબી એહની પૂર્ણ પ્રશસ્તિ કરે.
 
વિમળ બુદ્ધિવિણ થાય ના પણ તેવી કવિતા,
પ્રાર્થું તેથી પદમહીં એ સઘળા કવિના,
 
મતિ મારી અતિ અલ્પ છે, કરો કૃપા કાંઇ,
હરિયશને જેથી શકું હેતથકી ગાઇ.
 
કવિપંડિત, છો રામના માનસરોવર હંસ,
અરજ સુણી રુચિ દેખતાં બનો તો કૃપાવંત.
*
ખર રાક્ષસની વાતનું વર્ણન છે જેમાં
તોપણ અતિ કોમળ સુભગ મંજુલ સ્વર જેના
 
દૂષણ સહિત છતાંય જે દૂષણ રહિત ગણાય
રામાયણની મધુમયી રચના દિવ્ય મનાય
 
તેના કવિ વાલ્મિકીને હવે કરું વંદન,
કવિકુળગુરુ મહાન જે રઘુવર યશચંદન.
 
ભવસાગર નૌકાસમા વંદું ચારે વેદ,
વર્ણવતાં યશ રામનો નથી જેમને ખેદ.
 
સંત સુધા શશિ ધેનુ છે જેથી પ્રગટ થયાં,
ખલ વિષ તેમજ વારુણી સાથોસાથ બન્યાં,
 
ભવસાગર રચનાર તે વંદું બ્રહ્માને,
ચરણકમળરજને ધરું મસ્તક પર પ્યારે.
 
પંડિત બ્રાહ્મણ દેવતા ગ્રહોતણા ચરણે
હાથ જોડતાં વંદતાં વંદું આજ શરણે
 
આવ્યો છું સૌનાય તો પ્રસન્ન સર્વ બનો
મંગલ મધુર મનોરથો મારા પૂર્ણ કરો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.