Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

माता पार्वती वापिस भगवान शंकर के पास
 
(चौपाई)
देखे जहँ तहँ रघुपति जेते । सक्तिन्ह सहित सकल सुर तेते ॥
जीव चराचर जो संसारा । देखे सकल अनेक प्रकारा ॥१॥
 
पूजहिं प्रभुहि देव बहु बेषा । राम रूप दूसर नहिं देखा ॥
अवलोके रघुपति बहुतेरे । सीता सहित न बेष घनेरे ॥२॥
 
सोइ रघुबर सोइ लछिमनु सीता । देखि सती अति भई सभीता ॥
हृदय कंप तन सुधि कछु नाहीं । नयन मूदि बैठीं मग माहीं ॥३॥
 
बहुरि बिलोकेउ नयन उघारी । कछु न दीख तहँ दच्छकुमारी ॥
पुनि पुनि नाइ राम पद सीसा । चलीं तहाँ जहँ रहे गिरीसा ॥४॥
 
(दोहा)
गई समीप महेस तब हँसि पूछी कुसलात ।
लीन्ही परीछा कवन बिधि कहहु सत्य सब बात ॥ ५५ ॥

*
MP3 Audio

*
 
મુંઝાયેલા પાર્વતીજી શંકર પાસે જાય છે
 
જ્યાં ત્યાં રઘુપતિને જોયા શક્તિ સહિત સુર મનમોહ્યા;
જીવ ચરાચર જે સંસાર દેખ્યા સકળ અનેક પ્રકાર.
 
પૂજે પ્રભુને સુર બહુવેશ, રામરૂપ બીજું નવ લેશ;
અવલોક્યા સીતાસહ રામ એક જ વેશ ધરેલ તમામ.
 
સઘળે એ સીતા એ રામ, લક્ષ્મણ એ પેખી કૃતકામ
અતિશય સતી સભીત બન્યાં, અંગ કંપવા માંડ્યાં ઘણાં.
 
રહ્યું નહીં કાંઇ પણ ભાન, લાગ્યું અન્ય ન વિષયે ધ્યાન,
મીંચી લોચન માર્ગમહીં બેસી ગયાં અચેત તહીં.
 
આંખ ઉઘાડી જોયું વળી, દેખ્યું કશું ન ક્યાંય ફરી;
ઢાળી પુનઃ રામપદ શીશ ચાલ્યાં મળવા પછી ગિરીશ.
 
(દોહરો)       
હસી કુશળ પૂછ્યા શિવે, પૂછ્યું જતાં સમીપ
કહો પરીક્ષા શે કરી રઘુવરની સપ્રીત.