Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

पार्वतीने भगवान शंकर से यज्ञ में जाने की अनुमति माँगी
 
(चौपाई)
किंनर नाग सिद्ध गंधर्बा । बधुन्ह समेत चले सुर सर्बा ॥
बिष्नु बिरंचि महेसु बिहाई । चले सकल सुर जान बनाई ॥१॥
 
सतीं बिलोके ब्योम बिमाना । जात चले सुंदर बिधि नाना ॥
सुर सुंदरी करहिं कल गाना । सुनत श्रवन छूटहिं मुनि ध्याना ॥२॥
 
पूछेउ तब सिवँ कहेउ बखानी । पिता जग्य सुनि कछु हरषानी ॥
जौं महेसु मोहि आयसु देहीं । कुछ दिन जाइ रहौं मिस एहीं ॥३॥
 
पति परित्याग हृदय दुखु भारी । कहइ न निज अपराध बिचारी ॥
बोली सती मनोहर बानी । भय संकोच प्रेम रस सानी ॥४॥
 
(दोहा)
पिता भवन उत्सव परम जौं प्रभु आयसु होइ ।
तौ मै जाउँ कृपायतन सादर देखन सोइ ॥ ६१ ॥

*
MP3 Audio

*
 
પાર્વતીજી પિતૃગૃહે યજ્ઞમાં જવા શિવજીની આજ્ઞા માગે છે
 
કિન્નર નાગ સિદ્ધ ને ગંધર્વ ચાલ્યા વધુઓ સાથે સુર સર્વ;
વિષ્ણુ વિરંચિ શંકર સિવાય ચાલ્યા વાહન સહિત બધાય.
 
ચારુ વિવિધ વળી વણરોક્યા વ્યોમે સતીએ વિમાન વિલોક્યા;
ગાતી સુરસુંદરી મધુગાન જેને સુણતાં છૂટે મુનિધ્યાન.
 
શિવે પૂછતાં વર્ણવી વાત, પિતાયજ્ઞથી હરખાઇ જાત;
આપે આજ્ઞા મહેશ મને જો જઉં અવસર પર અલ્પ દિવસ તો.
 
પતિત્યાગ હૃદયદુઃખ ભારી, મૌન રાખ્યું અપરાધ વિચારી;
ભય સંકોચ પ્રેમ ભરેલી વદ્યાં વાણી અંતે મન મેલી.
 
(દોહરો)       
પિતાભવન ઉત્સવ પરમ, પ્રભુ આજ્ઞા જો દો
કૃપાયતન, સાદર જઉં જોવા માટે તો.