if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन ।
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥२-४१॥

vyavasayitmika buddhir eke aha kurunandana
bahushakha hyanantashcha buddhayo vyavasayinam.

યોગવૃત્તિ તો હોય છે એક લક્ષવાળી,
યોગહીન બુધ્ધિ ઘણાં હોય ધ્યેયવાળી.
*
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥२-४२॥

yam imam pushpitam vacham pravadanty avipashchitaha
vedavadarataha partha na anyad astiti vadinaha

વેદવાદમાં રત થયા, કામી ચંચલ લોક
જન્મમરણ ફલ આપતાં કર્મ કરે છે કો’ક
*
MP3 Audio

*
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् ।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥२-४३॥

Kamatmanaha svargapara Janmakarmaphalapradam
Kriyavisha bahulam Bhogaishvaryagatim prati.

સ્વર્ગ ચાહતા તે સદા મધુર વદે છે વાણ,
ભોગવાસનાથી ગણે ઉત્તમ કૈં ના આન.
*
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् ।
व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥२-४४॥

bhogaishvaryaprasaktanam taya apahritachetasam
vyavasayatmika buddhin samadhau na vidhiyate

ભોગમહીં ડૂબી ગયું ચંચલ મન જેનું,
સમાધિમાં જોડાય ના, મન કદીયે તેનું.
*
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥२-४५॥

traigunaya vishata veda nistraigunyo bhava arjuna
nirdvando nitya sattvastho niryogakshema atmavan

ત્રિગુણાત્મક છે વેદ તો, ગુણાતીત તું થા.
દ્વંદ્વરહિત ને શુધ્ધ ને જ્ઞાની યોગી થા. ॥૪૫॥

Meaning
इस धर्म का पालन करनेवाली बुद्धि एक ही लक्ष्य पर स्थिर रहती है । जबकी इस योग से विहीन बुद्धि अनेक लक्ष्यों में बिखरी रहती है । हे पार्थ, यह दूसरे प्रकार के लोग है जो वेदों का भाषण करते हैं और जिनके लिये उससे बढकर और कुछ नहीं है, जिनकी आत्मा दुन्यवी इच्छाओं से बँधी हुई है, और उसका कर्मफल जन्म मरण के चक्र में फँसना है । भोग ऍश्वर्य की इच्छा से तरह तरह के कर्मों में फसे हुऐ एसे लोगों की बुद्धी हरी जा चुकी है । ऐसी बुद्धी कर्म योग मे स्थिरता प्राप्त करके समाधि में स्थित नहीं होती । वेदों में तीन गुणो का वर्णन है । हे अर्जुन, तुम्हें इन तीनो गुणों से पर -गुणातीत होना है, और द्वन्द्वो से मुक्ति पाना है । इसलिए तुम लाभ-हानि की चिन्ता छोडो और आत्मस्थित हो ।
*
જે કર્મયોગને અનુસરે છે એની બુદ્ધિ એક લક્ષ્ય પર સ્થિર રહે છે. જ્યારે યોગથી વિહીન વ્યક્તિની બુદ્ધિ અનેક લક્ષ્યવાળી હોય છે (અર્થાત્ વિભાજીત હોય છે). હે પાર્થ, એવા યોગહીન લોકો કેવળ વેદોના સંભાષણને જ સર્વકાંઈ માને છે, પરંતુ તેઓ દુન્યવી ઈચ્છાઓમાં ફસાયેલ હોય છે. એવા લોકો જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે. ભોગ ઐશ્વર્યની ઈચ્છાથી જુદી જુદી જાતના કર્મોમાં પ્રવૃત્ત થયેલ એવા લોકોની બુદ્ધિનું હરણ થયેલું હોય છે. એથી તેઓ કર્મયોગમાં કુશળતા પામીને સમાધિદશાની પ્રાપ્તિ કરી શકતા નથી. વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે. હે અર્જુન, તારે એ ત્રણે ગુણોથી પર - ગુણાતીત થઈ બધા જ દ્વંદ્વોથી મુક્તિ મેળવવાની છે. એથી તું (લડવાથી થતી) લાભ-હાનિની ચિંતા છોડ અને આત્મસ્થિત થા.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.