Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હોડી હંકાર, તારી હોડી હંકાર
ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!

મારે ઉછાળા વેગે તરંગો,
નાચે અમારાં આનંદે અંગો;
હલેસાને માર જરી રાખી સંભાળ ... ઉંડા ઉંડા જલે

ગાઈ લે ગીતડાં આનંદ આપતાં,
થાકને મટાડતાં ચિંતાને કાપતાં;
મીઠી કૈં કથા એમાં તારી સંભાર ... ઉંડા ઉંડા જલે

દૂર છે કિનારો છતાં ધીરજને રાખજે,
બીક ને નિરાશા બધી ખંખેરી નાખજે;
શ્રધ્ધાનો કરી લેતાં આજે ટંકાર ... ઉંડા ઉંડા જલે

હોડી હંકાર, તારી હોડી હંકાર
ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!

 - શ્રી યોગેશ્વરજી