પેલું ચોરસ છે ઘડિયાળ, કેવું ચોરસ છે ઘડિયાળ ?
શાંતિમાં સઘળાંયે સૂતાં, જાગે ત્યારે આજ;
નાના નાના કાંટા કેવા, મીઠાં કરે અવાજ ? ... પેલું ચોરસ છે.
અંધારૂં છે ઘોર બધે યે, એનામાં છે તેજ;
એની વચ્ચે ઠૂંઠું કાળું, કેવું દીપે સ્હેજ ? ... પેલું ચોરસ છે.
ડાળી પેલી વાતો કરતી, હેતે એની સાથ;
પાંદડીઓ પેલી હાલે છે, ભરવા જાણે બાથ. ... પેલું ચોરસ છે.
આરામ કરે ઘડીયે નહીં, જાગે દિન ને રાત;
પોતાની સંગાથે પોતે, કરતું કાંઈ વાત. ... પેલું ચોરસ છે.
આધાર બન્યું છે એ સૌનું, સેવા કરતું શાંત;
અમે ય સેવા એમ કરીએ,બનીએ નહીં કલાંત. ... પેલું ચોરસ છે.
- શ્રી યોગેશ્વરજી

