તમારી હે પ્રભુ, સેવામાં, મારું જીવન પૂરું થાય,
તમારી સુંદર સેવામાં, મારું જીવન આખું જાય.
વ્યાપ્યા સંસારમહીં સઘળે,
ગામ તથા વન તેમજ નગરે;
એવો અનુભવ કરતાં રોજ,
મારું જીવન પૂરું થાય … તમારી હે પ્રભુ.
કોઇ કણ પણ છે ના ખાલી,
તમે છો રહ્યા બધે ય મહાલી;
એવી ઝાંખી કરતાં રોજ,
મારે હૈયે હરખ ન માય … તમારી હે પ્રભુ.
તમારો પ્રેમ હ્રદયમાં જાગે,
શ્રદ્ધા કોઇ કાળ ન ત્યાગે;
કૃપાની પામી દૈવી ધાર,
મારું જીવન પૂરું થાય … તમારી હે પ્રભુ.
સૌમાં રૂપ તમારું ભાળી,
સેવા કરું સદાયે ન્યારી;
કેવી શાંતિ મને તોથાય ?
કાયા ધન્ય બની આ જાય … તમારી હે પ્રભુ.
- શ્રી યોગેશ્વરજી

