સ્વચ્છ અમારા કેશ, છે સ્વચ્છ અમારો વેશ
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !
સ્વચ્છ અમારાં ઘર ને આંગણ, શાળા સ્વચ્છ અમારી;
ગમે ગંદકી નહીં અમોને, ખૂબ સ્વચ્છતા પ્યારી.
સ્વચ્છ બધો હો દેશ, ને દુનિયા આ હંમેશ.
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !
સ્વચ્છ રહીએ બહારથી, ને અંતર સ્વચ્છ અમારાં;
વાણી વર્તન નિર્મળ જેવાં, અમને સાચે પ્યારાં.
સ્વચ્છ બધો હો દેશ, ને દુનિયા આ હંમેશ.
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !
- શ્રી યોગેશ્વરજી

