Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચંદ્રમાને કે’જો કે મારે ઘેર આવે.
સાથે પેલા તારલિયાને લાવે.
ચંદ્રમાને કે’જો કે મારે ઘેર આવે.

વાતો કરીએ જરી મીઠી મજાની,
દિલ ના ખોલીએ તો દોસ્તી એ શાની ?
રૂપરંગ એનાં મને બહુ ભાવે … ચંદ્રમાને કે’જો.

અમૃતનું પાન કરી એનું રહેવું,
આનંદ ઝરણામાં ઊંડા વહેવું,
એય પછી આનંદે જેમ એને ફાવે … ચંદ્રમાને કે’જો.

આંગણિયું અજવાળી કેવું રહેશે ?
અંધારૂ ટકશે પછી નહીં લેશે;
સત્કારું એને હું ખૂબ ખૂબ ભાવે … ચંદ્રમાને કે’જો.

 - શ્રી યોગેશ્વરજી