સૌને માટે પ્રેમ, ભરી દો સૌને માટે પ્રેમ.
પ્રાણે પુષ્કળ પ્રેમ, ભરી દો સૌને માટે પ્રેમ.
રાય રંક કે અભણભણેલાં, સૌને માટે પ્રેમ;
પુણ્યવાન ને પાપી માટે, હૈયામાં હો પ્રેમ.
સૌને માટે.
માનપાત્ર કે તિરસ્કારને પાત્ર થયાં હો તેમ,
સૌને માટે વહે અમારા અંતરમાંથી પ્રેમ.
સૌને માટે.
જોઈને સૌને ઈશ્વરનાં સુંદર રૂપો જેમ,
સેવા સદા કરીએ સૌની, ચાહી સૌનું ક્ષેમ.
સૌને માટે.
- શ્રી યોગેશ્વરજી

