ફૂલવાડી, આ ફૂલવાડી.
છે કેવી મજાની ફૂલવાડી ?
ફૂલો ખીલ્યાં છે રંગીન કેવાં ?
શોભી રહી આખી ફૂલવાડી.
છે કેવી મજાની ફૂલવાડી ?
ગુલાબ, ચંપા, ચમેલી ને મોગરા,
ખીલી રહ્યાં હૈયાં કમળો કાઢી.
છે કેવી મજાની ફૂલવાડી ?
વચ્ચે ફુવારા આ ઊડી રહ્યા છે,
ઊંચેથી બિંદુલાખો નીચે પાડી.
છે કેવી મજાની ફૂલવાડી ?
ઝાડપાન સોહે છે કેવાં અનેક આ ?
પંખીડાં ગાય કેવાં દોટો કાઢી ?
છે કેવી મજાની ફૂલવાડી ?
ડુંગર પર બાગ છે મોટો મજાનો,
નીચે દેખાય પેલી દરિયાખાડી.
છે કેવી મજાની ફૂલવાડી ?
- શ્રી યોગેશ્વરજી

