Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હાથે મહેનત કરો, બધાંયે હાથે મહેનત કરો
આળસને પરહરો, બધાંયે હાથે મહેનત કરો ...  હાથે મહેનત.

પ્રભાતકાળે પંખી ઊડે માળા મૂકી અહો;
આનંદી એવાજ બનીને, સૌ પુરુષાર્થ કરો ...  હાથે મહેનત.

ઝરણાં આ દોડે છે તેવાં સ્ફુર્તિસાથ વહો;
શોક નિરાશાને ખંખેરી, રસથી પ્રાણ ભરો ...  હાથે મહેનત.

પરોપજીવી બનવામાં ના સુખ થોડુંય લહો;
જીવનને ઉત્તમ કરવાને, શ્રમનો મંત્ર ખરો ...  હાથે મહેનત.

શ્રમમાં છે ના શરમ કશીયે, જો આનંદ ચહો;
શ્રમથી દુઃખ તથા દળદરનો સાગર સહેજ તરો ...  હાથે મહેનત.

 - શ્રી યોગેશ્વરજી