Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેવી મજા, કહો કેવી મજા,
વ્યાયામ કરવાની કેવી મજા ?

વહેલી સવારમાં જાગી જઈએ,
દાતણ કરીને જરા ચોક્ખાં થઈએ,
હોય કે ના હોય ભલેને રજા. ...વ્યાયામ.

ખુલ્લી અગાસી કે મેદાને આવી,
અથવા તો ઓરડીમાં આસન લગાવી,
પ્રાર્થના કરીએ, જુઓ કેવી મજા ? ...વ્યાયામ.
 
દંડ તેમ બેઠકની કસરત કરીએ,
દોડીએ, પ્રાણવાયુ તાજો ભરીએ;
ફરકાવીએ વીરતાની ધજા, ...વ્યાયામ.
  
રોજ રોજ વ્યાયામ ભાવે કરીએ,
નિર્બળતા અંગતણી તો તો હરીએ
રોગતણી થાય ના તો તો સજા. ...વ્યાયામ.

દવાની જરૂર પછી જરાયે રહે ના,
હજારો દવાખાનાં વ્યર્થ જ બને આ;
થાય તંદુરસ્ત તો કેવી પ્રજા ? ...વ્યાયામ.

 - શ્રી યોગેશ્વરજી