Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સ્વચ્છતા અમને ખૂબ ગમે, ગંદકી જરી ન પાસે રમે !

વદન અમારેં ચોક્ખાં, તેમજ ચોક્ખાં દાંત અમારા;
ચોક્ખા નખ ને હાથ અમારા, વસ્ત્રો પણ છે સારાં.
સ્વચ્છતા અમને ખૂબ ગમે, ગંદકી જરી ન પાસે રમે !

ઘર છે ચોક્ખાં, ચોક્ખાં આંગણ, ચોક્ખી ઘરની શેરી;
નિશાળ ચોક્ખી, શિક્ષક ચોક્ખા, બધે સ્વચ્છતાભેરી.
સ્વચ્છતા અમને ખૂબ ગમે, ગંદકી જરી ન પાસે રમે !

વિચાર સારા, વાણી સારી, વર્તન શ્રેષ્ઠ અમારાં;
ભક્ત અમે તો સદ્ ગુણકેરાં, ગમે ન કર્મ નઠારાં.
સ્વચ્છતા અમને ખૂબ ગમે, ગંદકી જરી ન પાસે રમે !

પવિત્રતાના અમે ઉપાસક, એજ દેવ ને દેવી;
ગંદી હલકી વાત અમારી પાસે ફરકે કેવી ?
સ્વચ્છતા અમને ખૂબ ગમે, ગંદકી જરી ન પાસે રમે !

સ્વચ્છતા, સ્વસ્થ સુંદર ને સાચા, થઈ સર્વના પ્યારા,
જીવીએ સો વરસ જગતમાં કર્મો કરતાં ન્યારાં.
સ્વચ્છતા અમને ખૂબ ગમે, ગંદકી જરી ન પાસે રમે !

 - શ્રી યોગેશ્વરજી