Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેવો કિરતારનો ઉપકાર, માનવ-તન મળિયું આ;
આખી સૃષ્ટિમાં છે અજોડ, અલૌકિક કરિયું આ.

એનો મહિમા મંદિરથી મોટો, તીરથથી અદકો રે;
એ તો ઉત્તમ પદ ને ધામ,ગાઈ શકે ગુણ કો રે ?

એ તો મીઠી છે ફૂલવાડી, ફોરમ એની ભારે રહી;
એ તો ફળ છે સત્કર્મોતણું, વિદ્વાનોએ વાત કહી.

આવી સંપત્તિ સંસારે મળે નવ સહેજે રે;
આ તો અમૃતનો ભંડાર, જ્ઞાની એવું કહે છે રે.

એ તો અમુલખ આશીર્વાદ મળ્યો કેમે કરતા હા !
કોઈ પાવન એવું પ્રભાત,પુણ્યો જેમાં પ્રકટ્યાં હા !

આ તો પરમજ્યોતિનો પ્રકાશ,અગ્નિનો અંગારો રે;
એથી ટાળીને અંધાર, પથ કોના ઊજાળો રે.

એનો કરિયે સુંદર ઉપયોગ, દૈવી કરી દઈએ રે;
આપી શાંતિ કરોડોને, અંતે મૂકી જઈએ રે.

 - શ્રી યોગેશ્વરજી