Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જો ઈશ્વર મુજને શક્તિ દે, જો ખૂબ જ મોટી શક્તિ દે.

તો દુઃખ કૈંકનાં દૂર કરું, કે કલેશ એમના કોટિ હરું;
પૃથ્વીને પ્રેમમયી કરવા, તો દૂત થઈને દિવ્ય ફરું. ... જો ઈશ્વર

તો રોગ મટાડી ઘોર દઊં, માનવને મંગલમંત્ર કહું;
જ્યાં હોય અશાંતિ તણી લહરી, ત્યાં શાંતિ પવન રૂપે જ વહું. ... જો ઈશ્વર

તો કુસંપ સર્વે દૂર કરી, ને સહકાર તણા ભાવ ભરી,
યુદ્ધ તણી જ્વાળા શાંત કરું, ઐક્ય તણા આપું પાઠવળી. ... જો ઈશ્વર

આ સૃષ્ટિ સ્વર્ગ સમાન કરું,માનવને માનવ સત્ય કરું;
આનંદ પછી થાયે કેવો ? તો માનું જીવનપર્વ ખરું. ... જો ઈશ્વર

 - શ્રી યોગેશ્વરજી