આઝાદી અમર રહે !
સુખી બને દેશજનો સઘળા, સૌ આનંદ લહે;
સમૃદ્ધિ ને શાંતિ ભરેલી,ગંગા બધે વહે. ...આઝાદી.
સંપ અને સહકારતણા સૌ, માનવ-મંત્ર કહે;
ભલું કરે સૌ સૌનું કોઈ, મંગલ માત્ર ચહે. ...આઝાદી.
માનવતાની મહેકે વાડી, દાનવ કો ન રહે;
મંગલના મારગને માનવ, કાયમ કાજ ગ્રહે. ...આઝાદી.
- શ્રી યોગેશ્વરજી

