Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ખૂબ પાણી, ખૂબ પાણી, દરિયાનું પાણી.
ઝરણાં એની બરાબરી તો કરી શકે શાની ?
નદી હજારો મળે છતાંયે દેખાયે નાની. ....ખૂબ પાણી.

કવિતા કોઈ કહી શકે એ ગાયે છે શાની ?
રાતદિવસ એ કહ્યા કરે છે ગૂઢ કૈંક વાણી;
ચિંતા એને હશે વેદના હૈયામાં છાની. ....ખૂબ પાણી.

મુગ્ધ થાય છે ચાંદલિયાને ઊગેલો જાણી,
જુની એની પ્રીત ખરે છે મોટાએ માની.
વધે ચંદ્ર તો એય વધે છે રંગ ઘણો માણી. ....ખૂબ પાણી.

નદી મળે છે મીઠી એને, જેમ મળે રાણી,
સમજાયે ના છતાંય શાને ખારું છે પાણી.
નાખી નજર પહોંચે ના,શું અનંત છે પાણી? ....ખૂબ પાણી.

 - શ્રી યોગેશ્વરજી