Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લાખો લોચન, આ લાખો લોચન,
આભે ખોલ્યાં છે આજ લાખો લોચન.

દેખે છે દુનિયાને અંધારી રાતમાં,
ઊભું રહીને જાણે લાખો જોજન.
આભે ખોલ્યાં છે આજ, લાખો લોચન.

ઊંઘે બધાંય ત્યારે જાગે છે એક એ,
હોય ના જાણે કોઈ સંકટ મોચન.
આભે ખોલ્યાં છે આજ. લાખો લોચન.

તારલિયા લોક કહે એ સૌને નામથી,
દેશનાં લાગે છે મને દૈવી લોચન,
આભે ખોલ્યાં છે આજ. લાખો લોચન.

 - શ્રી યોગેશ્વરજી