Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સુવર્ણના અલંકારોને ઓળખું છું, અવલોકું છું,
સુવર્ણને નથી ઓળખતો, નથી અવલોકતો.

સૂર્યનાં કોટિકોટિ કિરણોને જાણું છું,
સૂર્યને નથી સમજતો, નથી જાણતો.

વિશાળ વારિધિની વીચિમાળાને વિલોકું છું,
વારિધિને નથી વિલોકતો.

તું પણ એવી રીતે કહેતો હોય
કે જગતને જોંઉ છું, જગતપતિને નથી જોતો,
તો તારે માટે શું સમજવું ?

- શ્રી યોગેશ્વરજી