Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઉપવનના એકાંત ખૂણામાં
બાંકડા પર બેઠેલા બે પ્રવાસી;
એક નગ્ન કામોત્તેજક તસ્વીરોને નિહાળતો’તો
મશગુલ બનીને;
બીજો વચ્ચેવચ્ચે વખત મળતાં
એ તસ્વીરો તરફ દ્રષ્ટિપાત કરી લેતો
કાંઈક ટાઢક અનુભવતો,
મોં મચકોડતો’તો.

તમે આવી તસ્વીરો જુઓ છો ?
આવી અશ્લીલ ?
આખરે એણે પૂછી નાખ્યું.

પેલા રસિકે ઉત્તર આપ્યો,
હા. જોઉં છું.
તમેય જુઓ છો, હુંય જોઉં છું.
હું રસપૂર્વક એકાગ્રતા સહિત,
તમે તીરછી નજર સાથે અવજ્ઞાપૂર્વક.

- શ્રી યોગેશ્વરજી