Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એટલુંયે બડભાગ અમારું,

ચારેકોર તિમિરદળ છાયું, લેશ નહીં ચમકે અજવાળું;
ચપલાં ચમકે, વાદળ ગરજે, વ્યોમ ગડગડે સારું;
ત્યારે પણ પાવન કરનારું કિરણ અમૂલખ ઢાળ્યું. ... એટલુંયે બડભાગ અમારું.

અગ્નિજ્વાળ ભયંકર જાગે, વ્યથા બધેયે ભાળું;
કંટકના ભારા ખડકાયા,  અંતર આર્ત અકારું.
ત્યારે પણ શાંત કર્યું જીવન, ધન્ય નવ્ય રઢિયાળું. ... એટલુંયે બડભાગ અમારું०

વિષયોના વનની વચ્ચે પણ અંતર સુષુપ્ત જગાવ્યું,
પ્રેમપિયાલો પીને પ્રેમે, અખંડ અમૃત પાયું.
વિરહ વધારી મંગલ મિલને જગત જગાવ્યું ન્યારું. ... એટલુંયે બડભાગ અમારું०

- શ્રી યોગેશ્વરજી