Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જતી રહું છું, જતી રહું છું
પર્વતનાં ઉત્તુંગ શિખર પર,
સરિતાનાં સ્વર્ગીય સુભગ સ્થળ
વિસ્તરી રહ્યાં ત્યાં, ઉપવનમાં
ઘોર અરણ્યે જ્યાં ન તમે હો,
ચિરપરિચિત કે અલ્પકાળનું
પરિચિત માનવ મળે નહીં કો
ભૂલેચૂકે પણ નિહાળવા
સુદૂર એવા ગિરિગહ્ વરમાં,
જતી રહું છું જતી રહું છું

વદે ક્યારથી કંપિત સ્વરમાં
ભાદરવોને ભરી નેનમાં
રોષવાદળી સુંદર તનમાં.
પ્રમદા આકુળવ્યાકુળ હૈયે
ઊના લે ઉચ્છ્ વાસ.

દૂર ભલેને જાય અંગથી, અંતરથી પણ પાસ
સદા રહેશે, મન તો મારી સમીપ કરશે વાસ,
મને પૂર્ણ વિશ્વાસ
કાંત કહે ક્ષણમાં જ.
મનથી જાય તો જાણું,
બાકી તો ગૌરવનું ગાણું.

- શ્રી યોગેશ્વરજી