Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કોમળ કુસુમ કળાત્મક કોઈ અમૃતલોકથી આવ્યું,
સૌરભ રેલી રહ્યું ઉપવને નવલ રંગને લાવ્યું.
 

એક સિતારી સ્વર્ગલોકથી સૂરભરેલી આવી,
અભિનવ સંગીતસ્વરે જગમાં ચેતન રહી જગાવી.

એક અમીની પ્યાલી જાણે અમરધામથી આવી,
મર્ત્યલોકનાં સમસ્ત સોમલ રહી રસે પલટાવી.
 

શાશ્વત સરિતા શુદ્ધ સ્નેહની પૃથ્વીપડળે પ્રકટી.
સ્નાનપાનથી કૃતાર્થ કરવા આ અવનીમાં અટકી.

એક જ્યોત જાજવલ્યમાન કો જુદા જગતથી ચાલી,
પાથરવાને પ્રકાશ પ્રેમળ, તમિસ્ત્ર કરવા ખાલી.
 

મંગલમંદિરદેવ પધાર્યા દિવ્યલોકના કોઈ,
મહિમામંડિત મહી બનાવી મલ મંદિરના ધોઈ.