Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આઝાદીની પાંચાલીનાં ખેંચાઈ રહ્યાં ચીર,
ઊઠો, આવો સદ્ય વહારે, પ્રેમી પાંડવ વીર !

દુર્યોધન ને દુઃશાસનની જોડી છે જામી,
કૌટીલ્ય મહીં ખરે એમના નથી રહી ખામી.

આવો ચક્ર સુદર્શનધારી ! શઠને સંહરવા,
આઝાદીની પાંચાલીને બેઠા જે હરવા !

અમાપ બળ મેલો એનામાં, લેશ ન એ હાલે,
થાકી જાય દુરાચારી પણ એ ફૂલે-ફાલે.

દર્દ નસેનસમાં વ્યાપ્યાથી થઈ અતીવ અધીર,
આવો આઝાદીના રક્ષક, શમાવવાને પીર,

રણચંડીશી રણે ચઢી એ ઝઝૂમતી જડ સાથ,
શ્વાસ હશે ત્યાં લગ તો કોઈ ભરી ન શકશે બાથ.

પરંતુ પુત્રો કરોડ એના ઉમટો હે રણવીર,
નામર્દ બની બેસાયે ના પડયે દેશ પર ભીડ.

- શ્રી યોગેશ્વરજી