Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ભલે થવાનું હોય તે થાય,
અમે કોઈને નહિ દઈએ ફાવવા રે.

મહામૂલી સ્વતંત્રતા છે મળી રે,
તેને લૂંટાવા કેમ દેવાય ? ... ભલે થવાનું

શાન ભારતની સાચવી રાખવા રે,
બધા બનતા કરીશું ઉપાય ... ભલે થવાનું.

રહ્યો પ્રાણ આ જ્યાં સુધી શરીરમાં રે,
નહીં આઝાદી દેશની જાય ... ભલે થવાનું.

ભલે ભારે પડે ભોગ આપવા રે,
કદી છોડવી પડે આ કાય ... ભલે થવાનું.

ધાક ધમકી ને ત્રાસથી ડર્યા વિના રે,
કરી રહીશું મુકાબલો બધાંય ... ભલે થવાનું.

દેશ કાજે કુરબાન થશું પ્રેમથી રે,
ભલે જાણી જગત એ જાય ... ભલે થવાનું.

- શ્રી યોગેશ્વરજી