Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પાણી બતાવો, ભલે પાણી બતાવો,
ભારતની વીરતાનું પાણી બતાવો !

કેટકેટલા દિનોથી ધાવણ છે પીધાં,
ઊંડી કૃતજ્ઞતાને અંતે જતાવો ! ... ભારતની.

ઘેનભર્યો શત્રુ છો સામે ઊભો હો,
સિંહસમા શાવકશા એને સતાવો ! ... ભારતની.

ચાખી લે એય ભલે સ્વાદને તમારા,
એના જ મંત્ર હવે એને રટાવો ! ... ભારતની.

આવ્યો છે અવસર આ અણચિંત્યો આજે,
તલવાર મ્યાનમાં શાને કટાવો ? ... ભારતની.

ભારતને બંદી ના બનાવાય કો’દી,
કહી દો કે મૂરખને છોને પટાવો ! ... ભારતની.

- શ્રી યોગેશ્વરજી