પ્રશ્ન : ભક્તિના અનુષ્ઠાનથી જ્ઞાન અને યોગ બંનેનો આસ્વાદ આપોઆપ મળી રહે છે તે કેવી રીતે, તે સમજાવશો ?
ઉત્તર : એ હકીકત જો થોડીક શાંતિપૂર્વક વિચારવામાં આવે તો સહેલાઈથી સમજી શકાય તેવી છે. ભક્તિની સાધના કરતાં કરતાં ક્રમે ક્રમે હૃદયની નિર્મળતા સધાતી જાય છે અને એવા નિર્મળ હૃદયમાં પરમાત્માને માટેનો પ્રેમ પેદા થાય છે. એ પ્રેમ જેમજેમ પ્રબળ બનતો જાય છે તેમતેમ, ભક્ત પરમાત્માની વધારે ને વધારે પાસે પહોંચતો જાય છે, તથા એક એવી અલૌકિક અવસ્થા પર આસીન થાય છે કે જ્યારે જડ અને ચેતનમાં બધે જ એને પરમાત્માની ઝાંખી થાય છે. સંસારમાં જે કાંઈ છે તે બધું જ એને પરમાત્માના પ્રતીક જેવું લાગવા માંડે છે. સંસારના જુદા જુદા પદાર્થોની બાહ્ય વિભિન્નતાની અંદર રહેલી આત્માની અખંડ અભિન્નતાનું એ દર્શન કરે છે, અને એવી રીતે જ્ઞાનના સર્વાત્મભાવના પ્રદેશમાં પહોંચી જાય છે. નરસિંહ મહેતા જેવા ભક્ત શિરોમણી સંતપુરૂષે જ્ઞાનના એ પવિત્ર પ્રદેશમાં પહોંચીને સ્વાભાવિક રૂપે જ ગાયું છે કે, 'અખીલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે.’ એનાથી વિશેષ જ્ઞાન બીજું કયું જોઈએ ? એ આત્મજ્ઞાન અથવા તો તત્વજ્ઞાનનો અર્ક છે, સાર છે, નિષ્કર્ષ છે. એ જ્ઞાનની પ્રાપ્તિને માટે ભક્તને જ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચવા પડતાં. એ જ્ઞાન તો એના અંતરમાંથી આપોઆપ જ આવિર્ભાવ પામે છે. એની અનુભૂતિ એને સ્વતઃ જ થતી હોય છે.
પ્રશ્ન : ભક્તિ દ્વારા જ્ઞાનનો આસ્વાદ આપોઆપ મળે છે એ વાત તો સમજાઈ ગઈ, પરંતુ યોગનો આસ્વાદ કેવી રીતે મળે છે ?
ઉત્તર : એ વાત યોગના મર્મને જો તમે જાણતા હશો તો સારી પેઠે સમજી શકશો. યોગ શાને માટે કરવામાં આવે છે, યોગ શું છે, અથવા તો યોગનું રહસ્ય શું છે, એનો વિચાર કરો તો એ પ્રશ્ન જ નહિ રહે. યોગમાં મુખ્યત્વે મનની શુદ્ધિ, મનની સ્થિરતા તથા મનની શાંતિ દ્વારા સ્વરૂપના સાક્ષાત્કાર માટે પ્રયાસ કરવામાં આવે છે. એને માટે જ યમનિયમ, આસાન તથા પ્રાણાયામ, અને ધ્યાન જેવાં સાધનોનો આધાર લેવામાં આવે છે. ભક્તિની સાધનાનો આશ્રય લેવાથી મનની શુદ્ધિ તો સધાય છે જ, પરંતુ લાંબે વખતે મનની સ્થિરતા પણ સહજ થાય છે, અને છેવટે ભક્તના અંતરમાં ઈશ્વરપ્રેમનો ઉદ્રેક થતાં, ભક્ત ઈશ્વરના સ્મરણ મનનમાં એવો તો ડૂબી જાય છે કે ઈશ્વરના ધ્યાનની તન્મયાવસ્થા એને માટે અત્યંત સ્વાભાવિક બની જાય છે. એ ભાવસમાધિનો સ્વાદ ચાખે છે, એનું મન શાંત થાય છે, અને આખરે એ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લે છે. એવી રીતે ભક્તિમાર્ગના સાધકને યોગની સાધનાનો મર્મ આપોઆપ મળી રહે છે. ભક્ત પોતે પસંદ કરેલી ભક્તિની સાધનાને વળગી રહે એટલું એને માટે પૂરતું છે. જ્ઞાન તથા યોગ બંનેનું ફળ એ સાધનાના અનુષ્ઠાનથી એ ચાખી શકશે અને પોતાનું જીવન સાર્થક્ય કરી લેશે.