પરમાત્માના મહિમાને જાણનારા પુરુષ વિશે
अशरीरं शरीरेष्वनवस्थेष्ववस्थितम् ।
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ॥२२॥
ashariram sharireshv anavastheshv avasthitam ।
mahantam vibhum atmanam matva dhiro na shochati ॥ 22॥
ક્ષણભંગુર આ દેહોમાં જે અલિપ્ત ને અવિનાશી છે,
તે પરમાત્માને જાણે તે બુદ્ધિમાન ના શોક કરે. ॥૨૨॥
*
આત્મા કેવી રીતે મળે ?
नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन ।
यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ॥२३॥
nayam atma pravachanena labhyo
na medhaya na bahuna shrutena ।
yamevaisha vrunute tena labhyah
tasyaisha atma vivrunute tanum svam ॥23॥
नाविरतो दुश्चरितान्नाशान्तो नासमाहित: ।
नाशान्तमानसो वापि प्रज्ञानेनैनमाप्नुयात् ॥२४॥
na avirato dushcharitan na shanto na asamahitah ।
na ashanta-manaso va'pi prajnanen ainam apnuyat ॥24॥
ભાષણથી ના મળી શકે કે બુદ્ધિ થકી, બહુ સુણવાથી,
મળી શકે છે પરમાત્મા તો તેને કેવલ વરવાથી.
સ્વરૂપ તેની પાસે ખોલે; પણ જે અશાંત ચંચલ છે,
અસંયમી ને વિમાર્ગગામી, તેને આત્મા ના જ મળે. ॥૨૩-૨૪॥
*
यस्य ब्रह्म च क्षत्रं च उभे भवत ओदनः ।
मृत्युर्यस्योपसेचनं क इत्था वेद यत्र सः ॥२५॥
yasya brahma cha kshatram cha ubhe bhavata odanah ।
mrutyur yasya opasechanam ka ittha veda yatra sah ॥25॥
બાકી તો અલ્પજ્ઞ મનુજ તે પરમાત્માને શે જાણે,
કેવો છે તે વળી કેટલો, તત્વથકી તે શે જાણે.
જીવમાત્ર છે તેનું ભોજન, મૃત્યુ બને ચટણી તેની,
સંહારક તે સૃષ્ટિતણો તો કૃપાથકી જ મળે તેની. ॥૨૫॥
*
બીજી વલ્લી પૂરી
iti katha upanishadi pratham adhyaye dvitiya valli ॥
*