इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः ।
मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान् परः ॥१०॥
indriyebhyah para hyartha
arthebhyash cha param manah ।
manasastu para buddhir
buddher atma mahan parah ॥10॥
ઈન્દ્રિયથી વિષયો છે જબરા, વિષયોથી મન જબરૂં છે,
મનથી બુદ્ધિ છે બળવાળી, આત્મા સૌનોયે પ્રભુ છે. ॥૧૦॥
*
महतः परमव्यक्तमव्यक्तात् पुरुषः परः ।
पुरुषान्न परं किज्चित्सा काष्ठा सा परा गतिः ॥११॥
mahatah param avyaktam
avyaktat purushah parah ।
purushanna param kinchit
sa kashtha sa para gatih ॥11॥
જીવાત્માથી માયા મોટી, મોટા માયાથી પ્રભુ છે,
પરમેશ્વરથી શ્રેષ્ઠ કૈં નથી, તે જ અંત ને ધ્રુવપદ છે. ॥૧૧॥
*
एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते ।
दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥१२॥
esha sarveshu bhuteshu
gudho'tma na prakashate ।
drishyate tvagryaya buddhya
sukshmaya sukshma darshibhih ॥12॥
જીવોમાં રે’છે પરમાત્મા, તો પણ તે ના દેખાયે,
જ્ઞાની કેવળ સુક્ષ્મ દૃષ્ટિથી તેને જાણે ને પામે. ॥૧૨॥
*
પરમાત્માને મેળવવાનો માર્ગ
यच्छे द्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि ।
ज्ञानमात्मनि महति नियच्छेत् तद् यच्छेच्छान्त आत्मनि ॥१३॥
yacchhed vang-manasi prajnas
tad yacchhej jnana atmani ।
jnanam atmani mahati niyacchhet
tad yacchhecchhanta atmani ॥13॥
ઈન્દ્રિયથી ઉપરામ બને ને મનમાં ધ્યાન જમાવી દે,
મનને બુદ્ધિમહીં શમવીને બુદ્ધિ આત્મમાં લાવી દે.
જીવાત્માને પરમાત્મામાં પછી મેળવી દે ભાવે,
પરમાત્માને એમ મેળવે બુદ્ધિમાન સાધક સાચે. ॥૧૩॥