જગતની ઉત્પત્તિનો ક્રમ
तस्मादग्निः समिधो यस्य सूर्यः सोमात् पर्जन्य ओषधयः पृथिव्याम् ।
पुमान् रेतः सिञ्चति योषितायां बह्वीः प्रजाः पुरुषात् संप्रसूताः ॥५॥
tasmat agnih samidho yasya suryah
somat parjanya oshadhayah prithivyam ।
puman retah sinchati yoshitayam
bahvih prajah purushat samprasutah ॥ 5॥
અગ્નિદેવ પ્રકટ્યા તેનાથી, સમિધા છે સૂરજ તેની,
ચંદ્ર અગ્નિથી, મેઘ ચંદ્રથી, તેથી ઔષધિ છે પ્રકટી;
ઔષધિ દ્વારા વીર્ય થાય છે, પુરુષ સ્ત્રીમાં સીંચે છે,
તેથી જન્મે બાળક, જીવો આમ બ્રહ્મથી પ્રકટે છે. ॥૫॥
*
तस्मादृचः साम यजूंषि दीक्षा यज्ञाश्च सर्वे क्रतवो दक्षिणाश्च ।
संवत्सरश्च यजमानश्च लोकाः सोमो यत्र पवते यत्र सूर्यः ॥६॥
tasmat ruchah sama yajumshi diksha
yajnas cha sarve kratavo dakshinas cha ।
samvatsaras cha yajamanas cha lokah
somo yatra pavate yatra suryah ॥ 6॥
સામવેદ, ઋગ્વેદ ને યજુ, દીક્ષા તેમજ યજ્ઞ બધા,
કાલ વળી યજમાન, પુણ્યથી મળનારા તે લોક બધા,
થાયે છે જ્યાં સૂર્યચંદ્રનો પ્રકાશ તે સૌ લોક મહા,
પરમાત્મામાંથી પ્રકટ્યા છે, પરમાત્મામાંથી જ બધા. ॥૬॥
*
तस्माच्च देवा बहुधा संप्रसूताः साध्या मनुष्याः पशवो वयांसि ।
प्राणापानौ व्रीहियवौ तपश्च श्रद्ध सत्यं ब्रह्मचर्यं विधिश्च ॥७॥
tasmat cha deva bahudha samprasutah
sadhya manushyah pashavo vayamsi ।
pran-apanau vrihiyavau tapas cha
shraddha satyam brahmacharyam vidhis cha ॥7॥
જુદા જુદા છે દેવ બ્રહ્મથી પ્રકટ્યા, સાધ્યગણો સઘળા,
મનુષ્ય ને પશુપક્ષી પ્રકટ્યા; વાયુ અન્ન તપ ને શ્રદ્ધા;
યજ્ઞ, યજ્ઞની રીતિ, સત્ય ને બ્રહ્મચર્ય તેથી જ થયાં,
પરમાત્મા છે કારણ સૌનું, પરમાત્માથી સર્વ થયાં. ॥૭॥
*
सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त होमाः ।
सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशया निहिताः सप्त सप्त ॥८॥
sapta pranah prabhavanti tasmat
saptarchishah samidhah sapta homah ।
sapta ime loka yeshu charanti prana
guhashaya nihitah sapta sapta ॥8॥
સાત પ્રાણ છે થયા તે થકી, સાતે જ્વાલા અગ્નિતણી,
સાત દ્વાર ઈન્દ્રિયનાં - લોકો સાત થયા છે તેનાંથી,
સાત વિષયની સમિધા પણ છે થઈ હૃદયના વાસીથી,
તેણે જ કર્યા સાત સાતના વિભાગ સર્વે જીવમહીં. ॥૮॥
*
अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः ।
अतश्च सर्वा ओषधयो रसश्च येनैष भूतैस्तिष्ठते ह्यन्तरात्मा ॥९॥
atah samudra girayas cha sarve asmat
syandante sindhavah sarvarupah ।
atahshcha sarva oshadhayo rasas cha
yenaisha bhutais tishthate hyantar-atma ॥9॥
સમુદ્ર પર્વત થયા તે થકી, થઈ નદીઓ બહુરૂપી,
જનને પુષ્ટ કરે તે રસ ને ઔષધિ પણ તેથી જ થઈ;
એવાં પુષ્ટ શરીરોમાં છે વસી રહેલા પરમાત્મા,
પ્રાણીના જીવાત્મા સાથે વસી રહ્યા છે પરમાત્મા. ॥૯॥
*
पुरुष एवेदं विश्वं कर्म तपो ब्रह्म परामृतम् ।
एतद्यो वेद निहितं गुहायां सोऽविद्याग्रन्थिं विकिरतीह सोम्य ॥१०॥
purusha evedam vishvam karma tapo brahma paramrutam ।
etadyo veda nihitam guhayam
so'vidyagranthim vikiratiha somya ॥ 10॥
તપ ને કર્મ વળી બ્રહ્મ બધું પરમાત્માનું રૂપ ખરે,
એ પરમાત્મા સૌ પ્રાણીની હૃદયગુફામાં વાસ કરે;
તેને જે જાણી લે તેની ગાંઠ હૃદયની છૂટે છે,
પરમાત્માને પામી લે છે, અજ્ઞાન બધું છૂટે છે. ॥૧૦॥
દ્વિતીય મુંડક, પ્રથમ ખંડ સમાપ્ત
॥ iti Mundak Upanishade dvitiya mundake prathamah khandah ॥