अरा इव रथनाभौ संहता यत्र नाड्यः । स एषोऽन्तश्चरते बहुधा जायमानः ।
ओमित्येवं ध्यायथ आत्मानं स्वस्ति वः पाराय तमसः परस्तात् ॥६॥
ara iva ratha-nabhau samhata yatra nadyah ।
sa esho'ntashcharate bahudha jayamanah ।
omityevam dhyayatha atmanam svasti vah paraya tamasah parastat ॥ 6॥
નાડી જેમાં એકઠી મળી તે હૃદયે ઈશ્વર રે’છે,
તે ઈશ્વરનું પ્રણવનામથી ધ્યાન ધરવું સાધક તેણે;
ભવસિંધુને બીજે તટ ને અંધકારથી જે પર છે,
તે પરમાત્મા થશે પ્રાપ્ત, તે કલ્યાણ તમારું કરશે. ॥૬॥
*
यः सर्वज्ञः सर्वविद् यस्यैष महिमा भुवि ।
दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः ॥
मनोमयः प्राणशरीरनेता प्रतिष्ठितोऽन्ने हृदयं सन्निधाय ।
तद् विज्ञानेन परिपश्यन्ति धीरा आनन्दरूपममृतं यद् विभाति ॥७॥
yah sarvajnah sarvavid yasyaisha mahima bhuvi ।
divye brahmapure hyesha vyomnyatma pratishthitah ॥
manomayah prana-sharira-neta pratishthito'nne hridayam sannidhaya ।
tad vijnanena paripashyanti dhira ananda-rupam amrutam yad vibhati ॥ 7॥
જે સદા અને સર્વ જાણતા, જે વખણાયે વિશ્વમહીં,
તે આત્મા છે બ્રહ્મલોકમાં વસી રહ્યા આકાશમહીં,
મન ને પ્રાણતણા તે સ્વામી શરીરમાં છે વ્યાપ્ત થયા,
જ્ઞાની તે આનંદરૂપ પ્રભુને પામે સર્વત્ર રહ્યા. ॥૭॥
भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः ।
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥८॥
bhidyate hridaya-granthishchidyante sarva-samshayah ।
kshiyante chasya karmani tasmin drishte paravare ॥ 8॥
તત્વથકી તેને જાણ્યાથી હૃદયગાંઠ તૂટી જાયે,
છેદાયે છે શંકા, કર્મો સઘળાં નષ્ટ થઈ જાયે. ॥૮॥
*
हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् ।
तच्छुभ्रं ज्योतिषं ज्योतिस्तद् यदात्मविदो विदुः ॥९॥
hiranmaye pare koshe virajam brahma nishkalam ।
tacchhubhram jyotisham jyotistad yadatmavido viduh ॥ 9॥
નિર્વિકાર ને નિર્મલ એવા અંગ વિનાના પરમાત્મા,
શુદ્ધ, તેજનું તેજ, તે સદા પરમધામમાં વસી રહ્યા;
જે આત્માને જાણે છે તે તે પરમાત્માને જાણે,
પ્રકાશથી ભર ધામમહીં તે વિરાજતા, તેને જાણે. ॥૯॥
*
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ॥१०॥
na tatra suryo bhati na chandra tarakam
nema vidyuto bhanti kuto ayam agnih ।
tameva bhantam anubhati sarvam
tasya bhasa sarvamidam vibhati ॥10॥
સૂર્ય પ્રકાશે ના ત્યાં, તારાચંદ્ર પ્રકાશી ના જ શકે,
ચપલા ના ચમકે, કેમ કરી અગ્નિ તો આવી જ શકે ?
એના પ્રકાશથી જ જગતના પદાર્થ સર્વ પ્રકાશે છે,
એ પ્રકાશ દે છે ત્યારે આ સારૂં જગત પ્રકાશે છે. ॥૧૦॥
*
બધે જ બ્રહ્મ છે
ब्रह्मैवेदममृतं पुरस्ताद् ब्रह्म पश्चाद् ब्रह्म दक्षिणतश्चोत्तरेण ।
अधश्चोर्ध्वं च प्रसृतं ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् ॥११॥
brahmaiv edam amritam purastad brahma
pashchad brahma dakshina tash cha uttarena ।
adhash cha urdhvam cha prasrutam brahmaivedam
vishvam idam varishtham ॥ 11॥
તે જ બ્રહ્મ આગળ પાછળ છે, જમણી ડાબી બાજૂ તે,
નીચે ઊપર તે જ બ્રહ્મ છે, સર્વસ્થળે તે વ્યાપક છે;
જગતરૂપમાં તે જ પ્રકાશે, બ્રહ્મ પ્રકાશે છે સઘળે,
અમૃતમય તે બ્રહ્મ વિના ના કૈંયે છે અસ્તિત્વ ખરે. ॥૧૧॥
દ્વિતીય ખંડ, દ્વિતીય મુંડક સમાપ્ત
॥ iti mundak Upanishade dvitiya mundake dvitiyah khandah ॥