if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એ વખતે ગાંધીજી સેવાગ્રામમાં રહેતા હતા.

એક અંગ્રેજ પત્રકારે એમની મુલાકાત માગેલી.

ગાંધીજીએ એને પાંચ મિનિટનો સમય આપેલો.

નક્કી કર્યા પ્રમાણે પત્રકારે ગાંધીજીની સેવાગ્રામની એ સાદી, સ્વચ્છ તથા સુંદર કુટિરમાં પ્રવેશ કર્યો.

પત્રકારે પ્રશ્ન પૂછ્યો, તમે માનો છો કે ભારતને સ્વતંત્રતાની પ્રાપ્તિ થઈ શકશે ?

'અવશ્ય,’ ગાંધીજીએ ઉત્તર આપ્યો : 'હું એવું અવશ્ય માનું છું. મને  એમાં શંકા નથી.’

'તમારી માન્યતાનું કારણ ?’ પત્રકારે ફરી પૂછ્યું.

'કારણ ?’ ગાંધીજી કહેવા માંડ્યા, 'કારણ કે મને ઈશ્વરમાં શ્રદ્ધા છે. એ જો ન્યાયી ને દયાળુ હોય તો અમારી ઈચ્છા એણે પૂરી કરવી જ જોઈએ. અમારી માગણી ન્યાયી છે.’

પત્રકારે સંપૂર્ણ સંતોષ સાથે પ્રભાવિત થઈને કહ્યું : 'મારા દેશના અખબારમાં તમારા આ શબ્દો હું મોટા અક્ષરે છપાવીશ. અને લોકોને કહીશ કે સાચા ધાર્મિક તો તમે જ છો, અમે નથી.’

ગાંધીજી નિરુત્તર રહ્યા.

એટલામાં પાંચ મિનિટ પૂરી થઈ.

*

ભારતને આઝાદી મળી એટલે સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીને સંદેશો મોકલવામાં આવ્યો કે તમારી પ્રતિજ્ઞા હવે પૂરી થઈ ગઈ છે માટે આશ્રમમાં પાછા આવો.

એ વખતે નોઆખલીમાં ફાટી નીકળેલી અશાંતિને લક્ષ્ય કરીને એ મહાન માનવતાપ્રેમીએ સંદેશાનો ઉત્તર આપ્યો કે સાબરમતી મારે મન દૂર છે, નોઆખલી નજીક છે.’

એમના વિના આવો ઉત્તર બીજું કોણ આપી શકે ?

અને દુઃખી મનુષ્યોના પોકાર સાંભળીને એમને મદદરૂપ થવા માટે એ નોઆખલી તરફ વિદાય થયા.

નિઃસ્વાર્થ સેવાની કેટલી બધી ઉદાત્ત ભાવના !

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.