Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શરદની એક સોનેરી સવારે, એ એકાંત ઉપવનની મેં મુલાકાત લીધી. ઉપવનને એક છેડે સુંદર સરોવર હતું, ને એમાં એક અત્યંત આકર્ષક કમળ ખીલી ઊઠેલું.

એની શ્રી ને સરસતાથી મારું હૈયું હિલોળે ચઢ્યું. થોડીવાર પછી મેં એને કહ્યું, પ્યારા કમળ ! આટલું બધું સુંદર હોવા છતાં આ એકાંત ઉપવનમાં કેમ પડી રહ્યું છે ? તારું સ્થાન તો કોઈક રમણીય રાજપ્રાસાદમાં કે દૈવી દેવમંદિરમાં જ હોય.

કમળે કહ્યું, કવિ ! તારી વાત બરાબર હશે; પણ એકલ-દોકલ અને અનાથને આનંદ આપનાર પણ કોઈક જોઈએ ને ? જીવનનો સાચો સંતોષ મને એમાં જ લાગે છે - એ સેવામાં, વળી તારા જેવા કોમળ કાળજાના કો'ક કવિ આ કેડી પર કોઇકવાર આવી ચઢે છે, ને મને જોઇને કવિતા કરે છે. એથી મને અપાર, અલૌકિક, અવર્ણનીય, આનંદ મળે છે.

- શ્રી યોગેશ્વરજી

***

शरद की एक सुनहरी सुबह, मैंने उस एकान्त उपवन की मुलाकात ली । उपवन के एक तरफ सुंदर सरोवर था और उसमें एक आह्लादक चित्ताकर्षक कमल खिला हुआ था । उसकी श्री और सरसता से मेरा हृदय नाचने लगा ।

स्वल्प समय के बाद मैंने उससे कहा, ‘प्यारे पद्म ! इतना सुंदर होने के बावजूद भी तू इस एकान्त उपवन में क्यों पड़ा है ? तेरा स्थान तो किसी रमणीय राजप्रासाद में अथवा दैवी देवमंदिर में ही हो सकता है ।’

कमल ने कहा, ‘कवि ! तेरी बात यथार्थ होगी; किन्तु अकेले, आश्रयहीन और अनाथ को आनंद प्रदान करनेवाला कोई तो चाहिये ? जीवन का सच्चा संतोष मुझे इसी में मिलता है – इस सेवा में । तदुपरांत तेरे-जैसे कोमल हृदय के कोई कवि कभी-कभी इस पगदंडी पर आ पहूँचते हैं । मुझे देखकर वे कविता करते हैं । इससे मुझे अपार, अलौकिक और अवर्णनीय आनंदानुभव होता है ।’