Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવનના રૂપમાં ઉપલબ્ધ થયેલા આ અમુલખ, અવર્ણનીય અવસરનો આસ્વાદ લઈ લે, ઓ મારા અમીમય અંતર ! આ અનેરા, અનન્ય અવસરનો આસ્વાદ લઈ લે ! શાંતિ, સુખ ને અલૌકિક આનંદના અનુભવ માટેનો આ અસાધારણ અવસર આવી મળ્યો છે તો એનો અનુભવ કરી લે, આસ્વાદ લઈ લે ને દઈ દે, ઓ મારા અમીમય  અંતર ! આસ્વાદ લઈ લે ને દઈ દે !

શરદ ને વસંત વહી ગઈ, તથા ચોમાસાની હેલી ચાલુ થઈ. શુષ્કસમી સરિતા અભિનવ સલિલે સંપન્ન થઈને, હિલોળે ચઢીને ફરી વહેતી થઈ, તારા પ્રત્યેક પરમાણુને એ રીતે અવનવા શૃંગારે સજી દઈ, રસની રેલમછેલ કરતાં તું પણ વહી લે, ઓ મારા અમીમય અંતર ! મહીની મરુભૂમિને મધુતાથી મઢી દે !

સંગીતના સમારોહમાં શામેલ થયેલા આ સંગીતસમ્રાટની જેમ સંવાદ સાધીને, સંગીતના સ્વર્ગીય સ્વરના અનુસંધાનથી અવનીના અણુપરમાણુને ભરી દે, ઓ મારા અમીમય અંતર ! એ સનાતન સંગીતસમ્રાટની સેવામાં તારું સર્વ કાંઈ ધરી દે !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

जीवन के रूप में उपलब्ध इस अमूल्य, अवर्णनीय अवसर का आस्वाद ले ले, ओ मेरे अमीमय अंतर ! इस अनोखे, अनन्य अवसर का आस्वाद ले ले । शान्ति, सुख और अलौकिक आनन्दानुभव का असाधारण अवसर मिला है उसका अनुभव कर ले, आस्वाद ले ले और दे दे, ओ मेरे अमीमय अन्तर ! आस्वाद ले ले और दे दे ।

शरद और वसंत चला गया; वर्षा की रासक्रीडा चालू हुई । शुष्क सरिता अभिनव सलिल से संपन्न होकर, प्रेम से परिप्लावित बनकर पुनः बहने लगी । तेरे प्रत्येक परमाणु को उसी प्रकार असाधारण शृंगार से सजकर, रस से परिप्लावित बनकर तू भी बह ले, ओ मेरे अमीमय अंतर ! मही की मरूभूमि को मधुता से मढ़ दे ।

संगीत के समारोह में सम्मिलित संगीत-सम्राट की तरह संवाद साधकर, संगीत के स्वर्गीय स्वर के अनुसंधान से अवनि के अणु-परमाणु को भर दे, ओ मेरे अमीमय अंतर ! उस सनातन संगीत-सम्राट की सेवा में अपना सब कुछ समर्पित कर दे ।