Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અનંતકાળથી સંસારનું સનાતન, ચંચળ ચક્ર ચાલ્યા જ કરે છે એનો પ્રારંભ કોણે કર્યો કે ક્યારે થયો, અને એની પૂર્ણાહુતિ ક્યારે ને કોને હાથે થવાની છે, તે તો કોણ જાણે, પરંતુ અનવરત રીતે એ ચક્ર ચાલ્યા જ કરે છે. અંનતકાળથી સંસારનું સનાતન, ચંચળ ચક્ર ચાલ્યા જ કરે છે.

એમાં પરિવર્તન કરનારા ને પ્રાણ પૂરનારા પ્રાણવાન પુરુષો પણ પેદા થાય છે, તથા એને માટે અભિશાપરૂપ થનારા અને એના નાશની નૃશંસલીલા કરનારા નરાધમો પણ એમાં આવી જાય છે.

એક બાજુ એને સુખમય, શાંતિમય ને સમૃદ્ધ કરવાના પ્રયાસ થાય છે, તો બીજી બાજુ એ પ્રયાસનો પ્રતિકાર થતાં, માનવની સઘળી શુભ સાધના નિષ્ફળ જાય છે. એક બાજુ વૃષ્ટિની શરૂઆતથી સઘળું સુધાસભર થયેલું લાગે છે, તો બીજી બાજુ તીખા તાપથી ધરતીના રહ્યાસહ્યા રસકસમાં પણ, વેદનાની વીણા વાગે છે. એક તરફ માળી બીજની સૃષ્ટિ કરે છે, ત્યાં જ બીજી તરફ કરાળ કાળ જેવા કોઈક માનવને હાથે તે માટીમાં મળે છે.

એવી વિરોધી રમત ન જાણે કેટલા કાળથી ચાલ્યા જ કરે છે. ધરતીનું વિષ ને મહાપુરુષો, અવતારી પુરુષોનું અમૃત ખૂટતું જ નથી. એમની વચ્ચે અનાદિકાળથી, સનાતન સમયથી, સ્પર્ધા ચાલ્યા જ કરે છે. હવે અમૃતનો વિજય થાય, સુધાસીંચનની સાધના સફળ થાય, સર્વત્ર ને સર્વે સમય સફળ થાય, એ જ ઈચ્છા છે, અભિલાષા છે !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

संसार का चंचल चक्र सनातन काल से चला आता है । उसका प्रारंभ किसने और कब किया, और उसकी पूर्णाहूति कब और किसके हाथ होनेवाली है, सो तो कौन जाने, परंतु यह चक्र अनवरत रूप से चलता रहता है । अनंत काल से संसार का सनातन, चंचल चक्र चलता रहता है ।

उसमें परिवर्तन करनेवाले, प्राण भरनेवाले, प्राणवान पुरुष भी प्रकट होते हैं; और उसके लिये अभिशापरूप बननेवाले, उसके नाश की नृशंस लीला करनेवाले, नराधम भी उसमें आते रहते हैं ।

एक ओर उसे सुखमय, शांतिमय, समृद्ध करने के प्रयत्न होते हैं, तो दूसरी तरफ प्रयत्नों का प्रतिकार होने से, मानव की समस्त शुभ साधनाएँ निष्फल बनती हैं । एक ओर वृष्टि के प्रारंभ से सभी सुधापूर्ण हुआ लगता है, तो दूसरी ओर तीक्ष्ण ताप से धरित्री के रहे-सहे रस-कस में भी वेदना की वीणा बजती रहै । एक तरफ माली बीज की सृष्टि करता है, वहीं दूसरी तरफ कराल काल जैसे किसी मानव के हाथों वह मिट्टी से मिला दिया जाता है ।

ऐसे परस्पर विरोधी प्रयत्न न जाने कितने काल से चलते रहते हैं । धरित्री का विष और महापुरुष-अवतारी पुरुषों का अमृत समाप्त होता ही नहीं । उनकी स्पर्धा अनादि काल से, सनातन समय से चलती आ रही है । अब तो अमृत की विजय हो, सुधासिंचन की साधना सफल हो, सर्वत्र और सर्व समय सफल हो – यही इच्छा है, अभिलाषा है ।